પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
 

૭.

દેશ નિજ તજી ધર્મને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ ;
ધર્મવીર પારસીનો સત્કાર
જગત્‌ઇતિહાસે અનુપ ઉદાર ;
ઈસ્લામી યાત્રાળુનું આ મક્‍કાનું મુખબાર ;
હિન્દુ મુસલ્‍મિન પારસીઓને
અહીંયાં તીરથદ્વાર :
પ્રભુ એક, ભૂમિ છે એક,-
પિતા છે એક, માત છે એક,-
આપણે એકની પ્રજા અનેક. ધન્ય હો !0

૮.

નથી રમી સમશેરોના દાવ,
નથી ત્યમ ઘણા ઝીલ્યા યે ઘાવ;
શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રની મ્હાંય
લીધાં વ્રત, જાણે હજી ય પળાય :
એક ઈડરના વનકેસરીએ,
ભડવીર બાપ્પારાવ,
વિશ્વવન્દ્ય સૂરજકુળ સ્થાપી
ચિતોડ કીધ યશછાંય :
જન્મભૂમિ દયાનન્દનાં ધામ,
ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ. ધન્ય હો !0

૯.

સૂરતના રસિક રંગીલા રાજ,
બુદ્ધિધનભર્યો શ્રીનગરસમાજ ;