પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



(૨)

શરદ પુનમ

પડ્યો હતો તે તટ વિશ્વનો વડો,
અગાધ એકાન્ત હતો ઊંડો ઊંડો;
પ્રશાન્ત ઝૂકી હતી આભની ઘટા,
માઝાવતી સાગરની હતી છટા


શાન્તિ શાન્તિ હતી ગાઢ હૈયામાં અન્તરિક્ષમાં
ત્ય્હાં સન્ધ્યાના મહાઆરે દીઠી ઉગન્તી પૂર્ણિમા.


લજ્જાનમેલું નિજ મન્દ પોપચું
કો મુગ્ધ બાલા શરમાતી આવરે
ને શોભી રહે નિર્મલ નેનની લીલા,
એવી ઉગી ચન્દ્રકલા ધીરે ધીરે.


અન્તરે ઉઘડ્યાં, સિન્ધુ સળક્યો, જાગી ચેતના,
અને ગુંજી રહી મિઠ્ઠી ગોષ્ટિની મન્દ મૂર્છના.