પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
 


સાગરે ભરતી જામી, ને જામી ભરતી ઉરે :
ઘેરા ઘેરા અનેરા ત્ય્હાં જાગ્યા સંગીતના સૂરે.


કરી સ્તુતિ તે વિધુકન્યકા તણી,
ઉચ્ચારી કીર્તિ પ્રભુની ઘણી ઘણી,
ને સ્નેહમન્ત્રો ય અનેક ભાખિયા :
એ સ્તોત્રના સૌ ધ્વનિ વ્યોમ વ્યાપિયા.


અમીથી આંખડી આંજી, મન્ત્ર સૌભાગ્યના લખી,
વિશ્વના ચોકમાં રાસ ખેલે ચન્દ્રકલા, સખિ !


સ્નેહી હતાં દૂર, સમક્ષ તે થયાં,
આઘે હતાં, તે ઉરમાં રમી રહ્યાં;
ને મત્યુશાયી પણ પ્રાણમાં ઉભાં :
એવી બધે સાત્ત્વિક વિસ્તરી પ્રભા.


તપે છે સૃષ્ટિને માથે પુણ્યજ્યોત મહા પ્રભુ :
તપી ત્‍હેવી ઘડી તો તે પુણ્યની પૂર્ણિમા વિભુ.