આશભરી અલબેલડી રે હીંચે હિન્ડોળાખાટ; પિયુના પન્થ નિહાળતી કાંઈ વ્હાલમની જૂવે વાટ : મ્હારા સાવજશૂરા. આઘા ગીરના ડુંગરા, એથી આઘેરો ગુજરાત; રંગભીના ! હવે આવજો, મ્હારી સૂની માઝમ રાત : મ્હારા સાવજશૂરા.