પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૫૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૪૧
 

કરેલી છે, અને એમ બુદ્ધિઉછેરના એકદેશીય શિક્ષણક્રમનું અધૂરાપણું કાંઈક પૂરાયું છે.

પણ ઇંગ્રેજ રાજકવિ ટેનિસન કહે છે તેમ Let knowledge grow from more to more. But more of reverence in us dwell : બુદ્ધિવિકાસની પાંખને સમતોલનમાં રાખનારી પૂજ્યભાવનાની પાંખ ધર્મશાસ્ત્રાધ્યયન વિના મહારાજમાં પ્રગટી નહીં, ને એ અધૂરાપણું અધૂરૂં જ રહ્યું. મહારાજ સયાજીરાવ પોતાને પૂજ્ય માને છે, પોતે કોઈ દેવ કે મહાત્માના પૂજારી હોય તો લોકસમુદાયને હજી જાણ નથી : પોતાના ભક્તને વાંછે છે પણ પોતે કોઈ પ્રિયજન કે ગુરુજનના ભક્ત હોય તો દુનિયાને હજુ તે હકીકત અજાણી છે.

મહારાજની તરુણાવસ્થામાં બે બનાવ બન્યા, અને મહારાજના પ્રત્યેક કાનમાં અક્‍કેક જીવનમન્ત્ર તે સંભળાવી ગયા છે.

પહેલો પ્રસંગ પોતાની જ જીવનકથામાં હતો, ને તે ઉપર સૂચવેલો છે. અપ્સરાઓ જાણે કોઈને ઝડપી જાય ને ક્ષુદ્ર માનવબાલને દેવશણગારે શણગારી દેવસિંહાસને સ્થાપે એવો ચમત્કાર ગાયકવાડ મહારાજની જિંદગીમાં બન્યો. બારમે વર્ષે કવલાણાના ખેતરમાંથી વિધિએ ત્‍હેમને ઝડપી લઈ ગુર્જર મહારાજનો ખિલઅત પહેરાવી ગુર્જરસિંહાસને સ્થાપ્યા, એ દત્તક ક્રિયા અને તખ્તનશીન ક્રિયાઓને પ્રસંગોએ સયાજીરાવ ગાયકવાડમાં જીવનના પાયારૂપ એક