પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૫૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૪૭
 

હરિઈચ્છા જુદી હશે. એ બે મહાપુરુષોની સહિયારી પેઢીના બે ભાગીદારોએ જુવારૂ કરી જુદી જુદી પેઢીઓ માંડી, પણ બન્ન્નેને અણપુરાયેલી ખોટ ગઈ છે. પ્રો. ગજ્જર મોતી ને હીરા ધોવામાં, મહાન કલ્પનાઓ કલ્પવામાં, અને ઝવેરીઓના કોર્ટકલહોમાં પડ્યા. મહારાજ સયાજીરાવ આજે પણ કલાભવન ચલાવે છે, જ્ઞાનમંજૂષા અને રસરંગરહસ્ય બંધ થયાં, અનેકભાષાકોષ વણછપાયેલો સડે છે, ને ગુજરાતનાં હુન્નરકલાકારીગરીના ઉદ્ધારનો પ્રશ્ન જેવો ને ત્‍હેવો અનુત્તર હજી ઉભો છે. મહારાજે બેન્ક કઢાવી, વ્યાપારનું ખાતું કાઢી મન્ત્રી નીમ્યા, ઉદ્યોગોના ખિલાવનું કમિશન નીમ્યું, ને ત્‍હેને લાખોનૉ રકમ સોંપી : પણ ફરી એ રંગ જામ્યો નહીં ઃ પ્રો. ગજ્જર જેવા સેનાપતિ વિના મહારાજ સયાજીરાવ ગાયકવાડ હુન્નરખાનની ચઢાઈ જીતી શક્યા નહીં.

મહારાજ સયાજીરાવના બાંધકામ ખાતાએ મહેલ હવેલીઓ વિદ્યામન્દિરો ન્યાયમન્દિર બાગબગીચાથી વડોદરા એવું શણગાર્યું કે પશ્ચિમ હિન્દમાં તો મહારાજ ગાયકવાડનું પાટનગર એક અલબેલી મુંબઈ નગરીથી જ બીજે નંબરે છે. અમરેલી નવસારી પાટણ મહેસાણા પેટલાદ સિદ્ધપુર, એ પ્રાન્તપુરોમાં પણ પાટનગરની કેટલીક પ્રજા પ્રવૃત્તિઓ પ્રસરેલી છે ને પ્રસરતી જાય છે. વેરાયેલાં ગામોને રેલ્વેની જાળીથી ગૂંથવામાં આવે છે. ને એમ વ્યાપારના નવા ધોરી માર્ગ મંડાય છે. બાલલગ્નપ્રતિબંધક અને