પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૬૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૫૧
 

રાજ્યોમાં પ્રજાનાયકોને કાજે રાજપ્રવત્તિથી નિરાળું અસ્તિત્વ કે સ્થાન હજી રચાવું બાકી છે. આ સંજોગોમાં મહારાજના આદર્શ ને આકાંક્ષા છતાં સાધનના અભાવે પ્રજાવિકાસનું લક્ષ્ય હજી વડોદરામાં સધાયું નથી. ગાયકવાડના વેરાયેલા પ્રાન્તો સમી ગાયકવાડની પ્રજા યે હજી વિખૂટી ને વેરાયેલી જ છે. મહારાજના વિશ્વાસુ દાક્તર બટુકરામના પુત્રરત્ન ડૉ. સુમન્ત મહેતા અને ત્‍હેમનાં સદ્‍ભાવવાવન્તાં ધર્મપત્ની અ. સૌ. શારદગૌરીને પોતાની પ્રજાસેવાની અભિલાષાઓ પરિતર્પવા સૂરત ને અમદાવાદને આશ્રયે જવું થયું. ગમે તો ધરતીમાં કસ નથી. ગમે તો પૂરતાં ખાતરપાણી નથી, ગમે તો એટલો ચતુર ને કાર્યદક્ષ બાગવાન નથી : ગમે તે કારણ હો પણ અગ્નિહોત્રના અખંડ અગ્નિ સમી મહરાજના અન્તરની અભિલાષજ્વાલા નિત્યપ્રજ્જવલિત છતાં પ્રજાજીવનમાં હજી વસન્તની ઉષ્મા આવી નથી.

મહારાજનું વિશાલ વાંચન, વિપુલ બુદ્ધિભંડાર, પૃથ્વી યાત્રાનો સદ્‍બોધસંગ્રહ અને વડોદરાના સિંહાસન ઉપરના દીર્ઘકાલના અનુભવમાંથી રાજ્યને તથા પ્રજાને અનેક લાભ તેમ અનેક પનિષ્ટો પરિણમેલ છે. મહારાજના જ્ઞાનડહાપણના ભંડાર એટલા વોસ્તારી છે કે એ સાગરને અન્ય જનોનાં સરોવરોમાં શ્રદ્ધા રહી નથી. આજવાના સરોવરમાંથી વડા નળમાં પાણી પડે તે સહુ ન્હાનીમોટી નળનલિકાઓએ દૂર નજીકના ગૃહદેશમાં લઈ જવું એટલો જ અમલદારધર્મ ગણાયો જણાય છે. એથી જ કરીને