પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૭૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૬૩
 


૧૬

પ્રેમની ભસ્મ ધારી, ને દિગન્તે માંડી આંખડી,
પ્રેમની જોગણ કો આ જૂવે વ્હાલાની વાટડી.

૧૭

ઉંચા મિનારા સમ ઉર્ધ્વ હસ્તથી
ચન્દ્રાનની ઘુમ્મટશીર્ષ ટેકતી,
ઢાળી છૂટા પાલવ વાડીચોક શા,
રસીલી કો નાચતી નિત્યરાસ આ.

૧૮

'વણમાણ્યા રસો વાધી પ્રેમરાશિ બને, સખિ !'
એ મહાસત્યની જો ! આ પ્રતીતિ પ્રેમીએ લખી.

૧૯

કાળે વિછોડી ચકવાની જોડી શા
બન્ને તટે બેલડ મ્હેલ માંડી, ત્ય્હાં
અદ્વૈત એ દ્વૈતનું સ્થાપવું હતું;
અદ્વૈતનાથે નહિ દ્વૈત સાંખિયું.

૨૦

પૂર્ણિમા કેરી જ્યોત્સનામાં જ્યોત્સનાના પુંજ શી, સખે !
દંપતીપ્રેમની નિત્યે પૂર્ણિમા તપજો જ તે.