પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૭૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



(૧૦)

ચારુ વાટિકા

૧.

રત્નાકરઝલે રત્નઝૂલે,
ઝીલી જલદલમાં, હિન્દ દેવી ઝૂલાવે,
વાળી મૂઠ્ઠી ત્રિરત્ને
જડી, કટિ ધરી શું, સ્‍હોય સૌરાષ્ટ્ર એવો;
લીલી નાઘેર છે ત્ય્હાં
સુભગ ઢળકતી સાડીની કોર શી, ને
એ કોરે બુટ્ટીના કો
લીલમ સરિખડું લીલું છે ચોરવાડ.

૨.

ત્ય્હાં દૃષ્ટિપ્રાન્ત ઘેરે
વનવન ગીરનાં કેસરીથી ભરેલાં,
આઘે ગિરનાર બેઠો
કંઈ યુગયુગના યોગી શો પૃથ્વીવૃદ્ધ;
ય્હાં તો અમ્ભોધિ ઉછળે
ભીષણ ગરજતો કાળનાં ઘોર ગીતો,