પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૭૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૬૭
 

હૈયે પાલવ પડેલી
કરચલી સરિખી ડોલતી ઉર્મિમાલા,
છૂટ્ટી મેલી શું લાંબી
મણીમય અલકો કાલિકા ઘોર નાચે,
માયાની મૂર્તિ શી, ત્ય્હાં
જલનટડી રમે વ્યોમની છાંયડીમાં.

૯.

મદઘેલી મેગળે ત્ય્હાં,
અધીરી ધીરી પડી, પ્‍હોડી સ્વામીની સ્‍હોડે.
વ્હાલાની વાટ જોતી
વિરહિણી સખી શી દ્‍હેરીઓ દૂર ઉભી;
બ્‍હાદુરો જ્ય્હાંથી જાતા
જલવન ઘૂમવા, વ્યાઘ્ર શા, તેહ ઝુંડે
આજે કુટુમ્બમેળા
ભરી ભવવનના માર્ગ શોધે વિબુધો.

૧૦.

લજ્જાનમતી છટાથી
ચપળ નજર ને વીજળી શી ઉડન્તી,
ઉંચી બ્‍હાંયે છબીલા
મણિમય કરની દાખતી તેજવેલો,
ભીને વાને, ભરેલે
અવયવ, ઉજળી વાદળી શી રસાર્દ્ર,
સિન્ધુની લક્ષ્મી જેવી
દ્યુતિભર, વિલસે ત્ય્હાંની અલબેલડીઓ.