પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૯૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૮૯
 

ને ભરી લીધાં અંગોમાં ગંગોદક.
ઘેર પિતાનાં દાશરથી મૃત્યુ થયાં.
એમ લીધી જીવનભરની
એ બ્રહ્મચારીએ બ્રહ્મચર્યદીક્ષા.
ત્‍હેના જોબનપુરને મોહ્યા હતા
મહાજનમ્હોડવી લક્ષ્મીના યે દાસ.
ભામિનીઓથી ભડકેલો તે
અબળાને બલાખાતું ભાખતો.
પણ સૌન્દર્યનો હતો પરમ પૂજારી.
સંસારમાં સ્વર્ગની સુન્દરીઓ
અવતારવાના એના હતા કોડ.
રસિકવર માધવરાવજીનો પ્રતિહાર
હતો તે રસનો ઘાયલ રસિયો.
નિરન્તરનો નિઃસ્વાદુ તે
ભોજનની કવિતાઓ કલ્પતો,
અજબ વાનીઓનાં કાવ્યો રચતો.
તે વનચર હતો;
વનવનની વનસ્પતિઓમાં
તે ફરતો ને ચરતો,
ને ઉગતી ઔષધીઓ આરોગતો.
એ તો પરિવ્રાજક હતો
અનન્તઆયુષી આર્યાવર્તનો.
તીર્થજલના કો ઘાટ,
શિખરશિખરનાં કો મન્દિર,