પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૯૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
ચિત્રદર્શનો
 

ગુફાઓ કે ગિરિમાલાઓ:
એને એક્કે અજાણ્યાં નહતાં.
કાશ્મીરની કમનીય સરોવરકુંજો,
બદ્રીકેદાર ને અમરનાથના
બરફના રણપગથાર,
સિન્ધુ બ્રહ્મપુત્રા ને ઈરાવતી,
ગંગા ગોદાવરી કે કાવેરી,
ધનુષ્યકોટી ને સાગરસેતુ,
કાંચનજંઘા ને ધવલગિરિ:
તે સર્વેના સનાતનત્વમાં
કરતો હતો પરમ દર્શન
ગુજરાતનો એ પરિવ્રાજક.
એને એક જ મોહ હતો,
એની જન્મભૂમિનો ને ' જી ' નો.
ચોરવાડની ચારુ વાટિકા કીધી એણે.
અણછતાને છતું કીધું
ગુજરાતની ગૃહકુંજોમાં.
વતનને નામે રડતો તે લોકસભાઓમાં.
એ દેહનો તે આત્મા હતો,
એ પ્રાનની તે પ્રેરણા હતો.
સદ્‍ભાવ ને સત્કર્મના આંબા
વાવી ઉછરેલા હતા ત્ય્હાં.
તીર્થોના તીર્થપરિમલ લાવી લાવી
પમરાવી હતી પરાગવન્તી