આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હું ઠીક ઠીક હાલવાચાલવા જેવો થાઉં તેને દશેક દિવસ થયા હશે. એવી સ્થિતિએ પહોંચ્યા પછી મેં આ માયાળુ કુટુંબની રજા લીધી. અમને બંનેને એ વિયોગ દુખદાયી થઈ પડયો હતો.


ર૩. ગોરા સહાયકો

આ લડતમાં એટલા બધા અને પ્રતિષ્ઠિત ગોરાઓએ હિંદી કોમ તરફથી આગળપડતો ભાગ લીધો હતો કે આ સ્થળે તેઓનો એકસાથે પરિચય કરાવવો અયોગ્ય નહીં ગણાય. અાથી ઠેકઠેકાણે તેઓનાં નામ આવ્યાં કરશે તે વખતે વાંચનારને તે અપરિચિત નહીં લાગે અને લડતના ચાલુ વર્ણનમાં તેઓની ઓળખાણ કરાવનારને સારુ મારે રોકાઈ પણ નહીં જવું પડે. જે ક્રમમાં હું તેઓના નામ આપવાનો છું તે ક્રમ વાંચનારે ન પ્રતિષ્ઠાવાર સમજવો કે ન તેમની મદદની કિંમતવાર. કંઈક તેમના પરિચયના વખત પ્રમાણેનો ક્રમ અને લડતના જે જે પેટાવિભાગમાં તેઓની મદદ મળી તે પ્રમાણે તેને ગોઠવાયેલો સમજવાનો છે.

તેમાં પ્રથમ નામ આલ્બર્ટ વેસ્ટનું આવે છે. તેમનો કોમની સાથેનો સંબંધ તો લડાઈ પહેલાં શરૂ થયો. મારી સાથેનો સંબંધ તેથી પણ વહેલો. મેં જ્યારે જોહાનિસબર્ગમાં ઓફિસ ખોલી ત્યારે મારું કુટુંબ મારી સાથે ન હતું, વાંચનારને યાદ હશે કે હું દક્ષિણ આફ્રિકાના હિંદીઓનો તાર મળવાથી ૧૯૦૩માં એકાએક ચાલી નીકળેલો અને તે પણ એક વર્ષની અંદર પાછા ફરવાના ઈરાદાથી. જોહાનિસબર્ગમાં એક નિરામિષ ભોજનગૃહ હતું તેમાં હું નિયમસર બપોરે અને સાંજે ખાવા જતો. ત્યાં વેસ્ટ પણ આવતા અને ત્યાં જ અમારી ઓળખાણ થયેલી. તે એક બીજા ગોરાની સાથે ભાગમાં છાપખાનું ચલાવતા હતા .

૧૯૦૪માં જોહાનિસબર્ગના હિંદુઓમાં સખત મરકી ફાટી નીકળી. દરદીઓની સારવારમાં હું રોકાઈ ગયો અને પેલા ભોજનગૃહમાં મારું જવાનું અનિયમિત થયું, અને જ્યારે જતો ત્યારે પણ મારા ચેપનો