આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમે કમિશનની આગળ પુરાવો આપીએ તો અમને ખાણોમાં ને જ્યાં જ્યાં ગિરમીટિયા કામ કરે છે ત્યાં ત્યાં જવાની છૂટ મળવી જેઈએ. જે અમારી પ્રાર્થના કબૂલ નહીં રહે તો અમારે દિલગીરીની સાથે ફરી જેલમાં જવાના ઉપાયો શોધવા પડશે.'

જનરલ સાહબે કમિશનમાં વધારો કરવાની ના પાડી અને જણાવ્યું કે, કમિશન કોઈ પક્ષને સારુ નીમવામાં નથી આવ્યું. કમિશન કેવળ સરકારના સંતાપને સારુ છે. આ જવાબ મળતાં અમારી પાસે એક જ ઈલાજ રહ્યો; અને અમે જેલની તૈયારી કરી જાહેરનામાં બહાર પાડયાં કે, સને ૧૯૧૪, ૧લી જાન્યુઆરીએ ડરબનથી જેલ જનારાની કૂચ શરૂ થશે. ૧૮મી ડિસેમ્બરે (૧૯૧૩) અમને છોડયા. ર૧મીએ અમે મજકૂર કાગળ લખ્યો અને ર૪મીએ જનરલનો જવાબ આવ્યો.

પણ અા જવાબમાં એક વસ્તુ હતી, તે ઉપરથી મેં જનરલ સ્મટ્સને કાગળ લખ્યો.. જનરલના જવાબમાં આ વાકય હતું : 'કમિશન નિષ્પક્ષપાત અને અદાલતી બનાવવામાં આવ્યું છે, અને એની નિમણૂક કરતાં જો હિંદીઓની સાથે મસલત કરી નથી તો ખાણોવાળા સાથે, ચીનીવાળા સાથે પણ નથી કરવામાં આવી.' આ ઉપરથી મેં ખાનગી કાગળમાં જણાવ્યું કે, જો સરકાર ન્યાય જ ઇચ્છતી હોય તો મારે જનરલ સ્મટ્સની મુલાકાત લેવી છે ને તેમની પાસે કેટલીક હકીકતો રજૂ કરવી છે. આના જવાબમાં જનરલ સ્મટ્સે મુલાકાતની માગણી સ્વીકારી. આમ થતાં કૂચ કરવાનું થોડા દિવસને સારુ તો મુલતવી જ રહ્યું.

અા તરફથી ગોખલેએ જ્યારે સાંભળ્યું કે નવી કૂચ કરવાની છે ત્યારે તેમણે લાંબો તાર મોકલ્યો, લૉર્ડ હાર્ડિંગ ની સ્થિતિ અને પોતાની સ્થિતિ કફોડી થશે એમ લખ્યું ને બીજી કૂચ અટકાવવા તથા કમિશનને પુરાવા આપી મદદ કરવાની દાબીને સલાહ આપી.

અમારી ઉપર ધર્મસંકટ આવી પડયું, જો કમિશનના સભ્યોમાં વધારો ન થાય તો તેનો બહિષ્કાર કરવાની કામ પ્રતિજ્ઞા લઈ ચૂકી હતી. લૉર્ડ હાર્ડિગ નારાજ થાય, ગોખલે દુ:ખી થાય તોયે પ્રતિજ્ઞાભંગ કેમ થાય ? મિ. એન્ડ્રૂઝે ગોખલેની લાગણી અને નાજુક તબિયતની