આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મકકમ હતા. તેમણે કહ્યું : 'એ વધારો ન જ થઈ શકે, તેમાં સરકારનું વજન ઘટે અને હું જે સુધારા કરવા માગું છું તે ન કરી શકું. તમારે જાણવું જોઈએ કે, મિ. એસલન અમારું માણસ છે, સુધારા કરવાની બાબતમાં તે સરકારની વિરુદ્ધ ન જાય પણ સરકારને અનુકૂળ થાય. કર્નલ વાઇલી નાતાલના પ્રતિષ્ઠિત માણસ છે ને વળી તમ લોકોની વિરુદ્ધ ગણાય. એટલે જે તે પણ ત્રણ પાઉંડનો કર કાઢી નાખવામાં સંમત થાય તો અમારું કામ સહેલું થાય. અમને અમારી તકલીફો એટલી છે કે ઘડીની ફુરસદ નથી એટલે તમારો સવાલ ઠેકાણે પડે એમ ઇચ્છીએ છીએ. તમે જે માગો છો તે આપવાનો અમે ઠરાવ કર્યો છે, પણ કમિશનની સંમતિ વિના ન આપી શકાય. તમારી સ્થિતિ પણ હું સમજી શકું છું. તમે સોગન ખાઈ બેઠા છો કે અમે તમારી વતી કોઈને ન નીમીએ ત્યાં લગી તમે પુરાવો નહીં આપો, ભલે તમે પુરાવા નહીં આપતા. પણ જેઅો અાપવા અાવે તેમને રોકવાની હિલચાલ ન કરવી, અને સત્યાગ્રહ તમારે મુલતવી રાખવો. હું તો માનું છું કે આમ કરવાથી તમને ફાયદો જ થશે ને મને શાંતિ મળશે. હડતાળિયાઓની ઉપર જુલમ થવાનું તમે લોકો કહો છો તે બીના તમે સિદ્ધ નથી કરી શકવાના, કારણ તમે પુરાવો નહીં આપો. આ બાબત તમારે પોતાને વિચારી લેવાની છે.”

આવી જાતના ઉદ્દગારો જનરલ સ્મટ્સે કાઢયા. મને તો આ બધું એકંદરે અનુકૂળ હતું. સિપાહીઓના ને દરોગાઓના જુલમ વિશે અમે ખૂબ ફરિયાદો કરી હતી, પણ તે સિદ્ધ કરવાનો સુયોગ કમિશનનો બહિષ્કાર કરવાથી અમારી પાસે ન રહે એ ધર્મસંકટ હતું. અમારામાં આ વિશે મતભેદ હતો. એક પક્ષનો વિચાર હતો કે, હિંદીઓ તરફથી સિપાહીઓ પરના આરોપો સાબિત થવા જ જોઈએ. અને તેથી તેઓની એવી સૂચના હતી કે, જો કમિશન આગળ જુબાની ન દઈ શકાય તો જેઓને કોમ ગુનેગાર ગણતી હતી તેઓની સામે ફરિયાદો એવા રૂપમાં બહાર પાડવી કે જેથી તહોમતદારની મરજી હોય તો લાઇબલ – આબરૂ-નુકસાનીનો દાવો માંડી શકે. હું અા પક્ષની સામે હતો. કમિશનનો ચુકાદો સરકારની સામે આપવાનો