આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

१६ जून – જોહાનિસબર્ગની જાહેર સભામાં શ્રી એ. એમ. કાછલિયા, શ્રી હાજી હબીબ, શ્રી વી. એ. ચેટિયાર, અને ગાંધીજીને વિલાયત તથા શ્રી એમ. એ. કામા, શ્રી એન. જી. નાયડુ, શ્રી ઈ. એસ. કુવાડિયા અને એચ. એસ. પોલાકને હિંદુસ્તાન મોકલવાનો ઠરાવ થયો. આ ડેપ્યુટેશન રવાના થતાં અગાઉ શ્રી કાછલિયા, શ્રી કુવાડિયા, શ્રી કામા તથા શ્રી ચેટિયારને પકડવામાં આવ્યા.
४ जुलाई – જોહાનિસબર્ગની જેલમાંથી છૂટયા પછી જેલમાં ભોગવેલી હાડમારીઓને લઈને નાગાપન મરણ પામ્યો.
१६ जुलाई – સ્ટીમર મુઝફરીમાં ચૌદ હિંદીઓને દેશપાર કીધા.
१ सप्टेमबर – મુંબઈના શેરીફે દક્ષિણ આફ્રિકાની લડત ઉપર ચર્ચા કરવાને જાહેર સભા બોલાવી હતી તેને મુંબઈ સરકારે બંધ રખાવી. અા સભા તેર દિવસ પછી મળી હતી.
१६ सप्टेम्बर – વિલાયતમાં ટ્રાન્સવાલના ડેપ્યુટેશને લોર્ડ ક્રૂની મુલાકાત લીધી.
१३ नवेम्बर – વિલાયત ગયેલું હિંદી ડેપ્યુટેશન સ્ટીમર કિલડૉનન કેસલમાં રવાના થયું.
१ डिसेम्बर – હિંદુસ્તાનમાં શ્રી રતન તાતાએ રૂપિયા પચીસ હજારની રકમ ભરી હતી તે જાહેર થયું.

૧૯૧૦

२५ फेब्रुआरी – હિંદી વડી ધારાસભામાં ગોખલેજીનો ગિરમીટ બંધ કરવાનો ઠરાવ પસાર થયો.
१ जून - દક્ષિણ આફ્રિકાનું યુનિયન થયું. તે જ દિવસે શ્રી સોરાબજી શાપુરજી અડાજણિયા સાતમી વખત પકડાયા.
४ जून – મિ. કૅલનબૅકે સત્યાગ્રહીઓને રહેવા માટે લૉલીમાં પોતાનું ફાર્મ આપ્યું.
१३ जून- છવ્વીસ સત્યાગ્રહીઓ હિંદુસ્તાનથી સ્ટીમર પ્રેસિડન્ટ મારફતે પાછા આવ્યા.
२६ जुलाई – પોર્ટુગીઝ સરકારની મદદ લઈ હિંદીઓને દેશપાર કરવામાં આવેલી તેની સામે લોર્ડ ઍમ્પ્ટહીલે ઉમરાવની સભામાં