આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બીજી જગ્યાએ જાય અને પાછો ફરે તો તેની પોતાની સ્ત્રી અને સગીર ઉંમરનાં બાળક સહિત યુરોપની ભાષા જાણ્યા સિવાય દાખલ થઈ શકે. આ ઉપરાંત નાતાલમાં ગિરમીટિયા અને સ્વતંત્ર હિંદી ઉપરાંત બીજી કાયદાની અને કાયદા બહારની કેટલીક આપત્તિઓ હતી અન હાલ છે, જેમાં વાંચનારને ઉતારવાની જરૂર હું નથી જોતો. જેટલી હકીકત આ પુસ્તકનો વિષય સમજવાને જરૂરની લાગે છે તેટલી જ આપવા ધારું છું. દક્ષિણ આફ્રિકાના દરેક સંસ્થાનમાંના હિંદીની હાલતનો ઈતિહાસ બહુ વિસ્તીર્ણ હોવો જોઈએ એમ દરેક વાંચનાર જાણી શકે, પણ એવો ઈતિહાસ આપવાનો આ પુસ્તકનો મુદ્દલ આશય નથી.


પ. મુસીબતોનું સિંહાવલોકન (ચાલુ)
(ટ્રાન્સવાલ અને બીજાં સંસ્થાનો)

જેમ નાતાલમાં તેમ જ વત્તા કે ઓછા પ્રમાણમાં દક્ષિણ આફ્રિકાનાં બીજાં સંસ્થાનોમાં હિંદીઓ તરફ અણગમો સને ૧૮૮૦ પહેલાંથી જ શરૂ થયેલો, અને કેપ કોલોનીને બાદ કરતાં બધાં સંસ્થાનોમાં એક જ મત બંધાયો હતો કે મજૂર તરીકે તો હિંદીઓ બહુ સારા પણ સ્વતંત્ર હિંદીથી તો દક્ષિણ આફ્રિકાને નુકસાન જ થાય છે એ ઘણા ગોરાઓના મનમાં સૂત્રરૂપે ઠસી ગયું હતું. ટ્રાન્સવાલ તો પ્રજાસત્તાક રાજ્ય હતું. ત્યાંના પ્રેસિડન્ટને અમે બ્રિટિશ રૈયત કહેવાઈએ એમ હિંદીઓનું કહેવું એ તો હાંસી વહોરી લેવા સરખું હતું. હિંદીઓને જે કંઈ પણ ફરિયાદ કરવી હોય તો તે કેવળ બ્રિટિશ એલચીની પાસે કરી શકે. એમ છતાં આશ્ચર્ય તો એ છે કે ટ્રાન્સવાલ જયારે બ્રિટિશ સલ્તનતથી કેવળ અળગું હતું ત્યારે જે મદદ બ્રિટિશ એલચી કરી શકતો હતો તે મદદ જ્યારે ટ્રાન્સવાલ બ્રિટિશ સલ્તનત નીચે ગણાયું ત્યારે તદ્દન નાબૂદ થઈ. જયારે લોર્ડ મોર્લીં હિંદી પ્રધાન ના અને તેમની પાસે ટ્રાન્સવાલના હિંદીઓની વકીલાત કરતા એક મંડળ ગયું હતું ત્યારે તેમણે ચોખ્ખું કહેલું કે તમે જાણો છો કે