આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હકીકતના કાગળ લખવામાં આવતા અને જ્યારે જ્યારે અરજીની નકલ વગેરે મોકલવાનો પ્રસંગ આવતો ત્યારે ત્યારે ત્યાંના ટપાલખર્ચ વગેરેમાં અને સામાન્ય ખર્ચમાં સહાય મળવા ઓછામાં ઓછા દશ પાઉંડ મોકલવામાં આવતા.

અહીં દાદાભાઈનું એક પવિત્ર સ્મરણ આપી દઉં. દાદાભાઈ એ કમિટીના પ્રમુખ ન હતા, છતાં અમને તો એમ જ લાગ્યું કે પૈસા એમની મારફતે મોકલવા એ જ શોભે, અને એઓ અમારી વતી ભલે પ્રમુખને આપે. પણ પહેલા જ પૈસા જે મોકલ્યા તે દાદાભાઈએ પાછા વાળ્યા અને સૂચવ્યું કે પૈસા મોકલવા વગેરેનું કમિટીને લગતું કામ સર વિલિયમ વેડરબર્નની મારફતે જ અમારે લેવું જોઈએ. દાદાભાઈની મદદ તો હોય જ. પણ કમિટીની પ્રતિષ્ઠા સર વિલિયમ વેડરબનની મારફતે જ કામ લેવામાં વધે. મેં એ પણ જોયું કે દાદાભાઈ પોતાના પત્રવ્યવહારમાં એટલા બુઢ્ઢા હોવા છતાં પણ બહુ જ નિયમિત રહેતા. એમને કંઈ કહેવાનું ન હોય તો છેવટે પહોંચ પણ વળતી ટપાલે આવી જ હોય. અને તેમાં આશ્વાસનની એક લીટી તો દાખલ હોય જ એવા કાગળ પણ પોતે જ લખતા અને આવા પહોંચવાળા કાગળને પણ પોતાની ટીસ્યુપેપર બુકમાં છાપી લેતા.

ગયા પ્રકરણમાં હું એ પણ બતાવી ગયો છું કે જોકે કોંગ્રેસનું નામ ઈત્યાદિ અમે રાખેલાં હતાં છતાં અમારો સવાલ એકપક્ષી કરવાનો તો કદી ઈરાદો હતો જ નહીં. તેથી દાદાભાઈ જાણે એવી રીતે અમારો પત્રવ્યવહાર બીજા પક્ષોની સાથે પણ ચાલતો અને તેમાં બે મુખ્ય માણસો હતા. એક સર મંચેરજી ભાવનગરી અને બીજા સર વિલિયમ વિલ્સન હંટર. સર મંચેરજી ભાવનગરી એ વેળા પાર્લમેન્ટમાં હતા. એમની મદદ સારી મળતી અને એઓ હંમેશા સૂચના પણ કર્યા જ કરતા, પણ દક્ષિણ આફ્રિકાના પ્રશ્નનું મહત્ત્વ હિંદીઓના કરતાં પણ સૌથી પહેલાં સમજી જનાર અને કીમતી મદદ કરનાર સર વિલિયમ વિલ્સન હંટર હતા. એઓ 'ટાઈમ્સ'ના હિંદી વિભાગના એડિટર હતા. તેમાં એમણે તેમની ઉપર પહેલો કાગળ ગયો ત્યારથી જ દક્ષિણ આફ્રિકાની સ્થિતિને એના ખરા