આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ) છે. પ્રકરણ ૮ મુ આંતર્વિગ્રહવાળો સમય સ૦ ૧૮૬૧ માં આંતર્વિગ્રહ (સીવીલ વાર) જાગ્યા. મિ. સ્ક્રૂટને લડાખાતાના મદદનીશ પ્રધાનના હાદા ઉપર નીમવામાં આવ્યા અને લડાઈના મથક ઉપર લશ્કર પહેાંચાડવાનુ ખાતું (ટ્રાન્સ- પાર્ટશન ડિપાર્ટમેન્ટ) તેમને હસ્તક સાંપવામાં આવ્યું. તેમના ખેલાવવાથી હું એકદમ વાશિંગ્ટન ગયેા. મારે તેમના મદદનીશ તરીકે લશ્કરી રેલ્વેએ અને સરકારી તારખાતાને લગતું કામ સંભાળ લેવાનું હતું અને રેલ્વેના માણસોની એક ટુકડી ઉભી કરવાની હતી. વિગ્રહની શરૂ- આતમાં આ એક અગત્યનું ખાતું હતું. તે વખતે ખાલ્ટિમેાર આગળથી પસાર થતી યુનિયન (સંયુક્ત પ્રાંતા)- ના લશ્કરની ઝુકડીએ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. બાલ્ટિમેર અને એનેપેલિસ જંકશન વચ્ચેની રેલ્વેની સડક ઉખાડી નાખવામાં આવી હતી અને વાશિગ્ટન સાથેને સળંગ વ્યવહાર બંધ પડયા હતા. આથી મારે ફિલાડેલ્ફિયા આગળથી ટ્રેનમાં બેસી એનેલિસ જવાનું હતું. આ સ્થળેથી એક શ્રેચ લાઈન જંકશન સુધી જતી હતી; અને ત્યાં આગળ વૅાશિગ્ટન જનારી મેઇન લાઈન ( મુખ્ય સડક ) સાથે જોડાતી હતી. અમારું પહેલું કામ આ થ્રેચ લાઇનને રીપેર કરી તેના ઉપર થઇ ભારે ગાડીએ પસાર થઇ શકે એવી તેને બનાવવાનું હતું. અમારા ત્યાં ગયા પછી ઘેાડે દિવસે લશ્કરની કેટલીક ટુકડીએસાથે જનરલ બટલર ત્યાં આવી પહેાંચ્યા; પણ તેના આખા લશ્કરને વાશિગ્ટન પહોંચાડવામાં અમે ફતેહમદ નીવડયા. રાજધાની તરફ જતા પહેલા એન્જીન ઉપર હું ચઢી ખેડા અને બહુજ સાવચેતીથી આગળ વધ્યેા. વાશિગ્ટન થાડે છેટે રહ્યું, ત્યારે તારનાં દારડાં લાકડાંની ઘેાડીઓની મદદથી ભોંયસાથે સજ્જડ જડી દીધેલાં મારા જોવામાં આવ્યાં. એન્જીન ઉભુ રખાવી એ દોરડાં વછેડવામાટે મે દોટ મૂકી, પણ