આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
લોખંડનું કારખાનું



સૌથી પ્રખ્યાત કૂવા ‘સ્કારી ફા’ નામના ક્ષેત્રના હતા. આ કૂવા અમે ચાળીસ હજાર ડોલરની કિંમતે ખરીદી લીધા. મિ. કૅાલ્મને એવી સલાહ આપી કે જ્યારે ત્યારે અને તે પણ ઘેાડી મુદતમાં, તેલને આવરે બંધ થયા વગર રહેવાને નથી; માટે આપણે ભાવ ખાવા માટે એક લાખ પીપ માય એવડા ખાડા ખાદી તેમાં તેલ ભરી રાખવું અને ખાડામાં તેલ ચુસાતું જાય તેમ તેમ તેમાં નવું તેલ ઉમેરતા રહી તેને ભરેલા અને ભરેલા રાખવા. આ સૂચનાના અમલ તરતજ કરવામાં આવ્યેા; પણ પેલા વકી રાખેલા દિવસની આશામાં અને આશામાં હજારા પીપ ભરાય એટલા તેલની બરબાદી ભાગવ્યા બાદ અમે એ તેલનું તળાવ ખલાસ કરી નાખ્યું. કાલ્મને એવી આગાહી કરી હતી કે, જ્યારે તેલના ઝરા વહેતા બંધ થઈ જશે, ત્યારે એક પીપના ભાવ દશ ડોલર થઇ જશે, એટલે પેલા તેલના તળાવના દરા લાખ ડૉલર ઉપજશે. અમને તે વખતે ખ્યાલ નહેાતા કે કુદરતને ખજાનેા અખૂટ છે; અને તેમાંથી દરાજ હજારા પીપ ભરાય એટલું તેલ નીકળ્યા કરે તેપણ તે જરાપણ ઉણા થતા નથી. આ ચાળીસ હજાર ડોલરના રાજગારમાંથી અમને એકંદર રીતે સારે ના પરવડયા.+વળી જે વખતે અમારે નાણાંની ખરી જરૂર હતી, તે વખતેજ એનું ઉત્પન્ન આવવા લાગ્યું હતું. પિટ્સબર્ગમાં નવી મીલ બાંધવા માટે, જેટલી રોકડ અમારી પાસે હતી, તે તમામ રાકડ હામ્યા ઉપરાંત મેટી રકમ અમારે વ્યાજે ઉપાડવી પડી હતી; પણ અમારી ઉંમરના પ્રમાણમાં અમારી આંટ ઘણી સારી હતી, તેથી એ બાબતની જરાપણ મુશ્કેલી નડી નહોતી. આ તેલના વેપારને અંગે મારે એ પ્રદેશમાં ઘણી વખત આવ-જા કરવી પડતી. વળી એહિંયા પ્રાંતના એક તેલના ક્ષેત્રમાં ઇ૦ સ ૧૮૬૪ માં એક એવેા કૂવા હાથ આવ્યા હતા કે જેમાંથી નીકળતાં તેલમાં લુબ્રિકેટ કરવાને (જવાથી લીસું કરવાનેા) ગુણ હતા,ત્યાં પણ હું જઈ આવ્યા હતા. આ સફર- માં અમને અનેક વિચિત્ર અનુભવ થયા હતા. હું, મિ. કાલ્મન અને મિ. ડેવિડ રિચી ત્રણ આ જંગી ફૂંવે જોવા ગયા હતા. પાછા ફરતા અગાઉ એ કૂવા અમે ખરીદી લીધેા હતા. ત્યાં જતી વખતે હવા ખુશનુમા હતી અને રસ્તા સારા હતા; પણ અમે ત્યાં રહ્યા તે દર મયાનમાં વરસાદ શરૂ થઇ ચૂકયા હતા; એટલે પાછા ફરતી વખતે અમારા ઉપર વિચિત્ર સંસ્કાર વીતવા લાગ્યા. અમે ગાડાંમાં બેસીને નીકળ્યા; પણ થોડી મુસાફરી કર્યાં બાદ મુશીબતેની શરૂઆત થઇ. આખા + સ્ટોરી ફામના કૂવામાંથી એક વરસમાં દશ લાખ ડૉલર મળ્યા હતા; અને જ્યારે એ કૂવા વેચી ન ખવામાં આવ્યા, ત્યારે તેના પચાસ લાખ ડાલર ઉપજ્યા હતા.