આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫
ભાગીદાર, પુસ્તકો અને દેશાટન



મારે કહેવુ જોઇએ કે, એ ખુશામત નુકસાનકારક નહેાતી; પુસ્તકની માગણી- ને પહોંચી વળવા માટે એની ઘણી આવૃત્તિએ કઢાવવામાં આવી હતી. એના સંબંધના કેટલાક લેખ અને ઉતારા ન્યુસપેપરામાં પણ છપાયા, તે ઉપરથી આખરે ચાર્લ્સ સ્ક્રિષ્નરના પુત્રેાએ એ પુસ્તક વેચવા માટે પ્રસિદ્ધ કર્યું. આ પ્રમાણે ‘ રાઉન્ડ ધી વર્લ્ડ' ( જગતનેા પ્રવાસ ) એ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું અને હું આખરે ‘ ગ્રંથકાર ’ થયા. આ મુસાફરીથી મારી સમક્ષ નવી દષ્ટિમર્યાદા ખુલ્લી થઇ, મારી માનસિક દૃષ્ટિમાં પણ મોટા ફેરફાર થયેા. તે વખતે સ્પેન્સર અને ડાર્વિન અત્યંત લેાકપ્રિય થયા હતા. હું તેમના ઘેામાં રસ લેતે થયેા હતેા તથા મનુષ્યજીવનનાં જૂદાં જૂદાં સ્વરૂપને હું પરિણામવાદીની દિષ્ટથી નીરખવા લાગ્યા હતેા. ચીન દેશમાં ગેંકાયુસિયસના ગ્રંથા વાંચ્યા, હિંદુસ્તાનમાં બુદ્ધનાં અને હિંદુએનાં પવિત્ર ધર્મશાસ્ત્રો વાંચ્યાં અને મુંબઇના પારસીએ સાથે રહીને મે ઝગેરેાસ્ટરના ગ્રંથો વાંચ્યા. દેશાટનને પરિણામે મે કેટલીક માનસિક શાન્તિ પ્રાપ્ત કરી, અવ્યવસ્થાનું સ્થાન વ્યવસ્થાએ લીધું અને મારા મનને શાન્તિ મળી તથા આખરે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું. ‘સ્વનું રાજ્ય તારી અંદર છે ' એ ઇસુખ્રિસ્તના કથનમાં મને નવાજ અર્થ દેખાવા લાગ્યા. સ્વર્ગ ભૂતકાળમાં નહેાતું કે વિયમાં મળવાનું નથી, પણ તે અત્યારે અને અહીમ, આપણામાંજ છે. આપણાં સઘળાં કબ્મ આ દુનિયાને અને વ- માનને ઉદ્દેશીનેજ કરવાનાં છે-આપણે પ્રાપ્તધર્મનું પ્રતિપાલન કરવાનું છે– અને જે આપણાથી પર-દૂર છે, તેની પ્રતીતિ મેળવવા માટે અધીરા થઇ પ્રયાસ કરવા એ જેટલે નિરર્થક છે તેટલા ફળરહિત છે. જે ધર્મવિચારેામાં ઉછરીને હું માટે થયા હતા, તેના અને સ્વીડન- એના મારા ઉપર પડેલા તમામ સંસ્કાર હવે મારા મગજમાંથી ખસી જઈ નાબુદ થયા. મને સમજાયું કે, દરેક પ્રજા જેને ઇશ્વરપ્રેરિત જ્ઞાન કે ઇશ્વરના આદેશ માને છે, તેમાં સપૂર્ણ સત્ય આવી ગયેલુ હેતું નથી; તેમ કાઇ પ્રજા એટલી બધી અધમ નથી કે જેને સત્યના જરા પણ અશની પ્રતીતિ ન થઇ હેાય. મારી ખાત્રી થઇ કે દરેક પ્રજાને પાતપેાતાના પેગંબર હેાય છે. કાઇને મુહુ તે કાઇના કાન્ફયુસિયસ, કાઇને ઝેરાસ્ટર તેા કાઇને ક્રાઇસ્ટ. એ બધા- નાં નૈતિક શિક્ષણ લગભગ એકસરખાં છે, તેથી હું પણ મારા પરમ પ્રિય સ્નેહી મૅથ્યુ આર્નોલ્ડની માફક ગાઈ શકું છું કેઃ- “ એ મનુજનાં બાળ! જે અદશ્ય શકિત, નિરંતર સમીપમાં તે સમીપમાંજ રહે છે, તે મનુષ્યને પ્રતીત થયેલા કાઇ માણસજાતની પણ ધર્મા પ્રત્યે Portal