આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮
દાનવીર કાર્નેગી



માટે સરસામાન તૈયાર કરી આપવાના કટ્રાકટ પણ રાખ્યા હતા. મજુરાના કેટલાક અગ્રણીએ આ વાત જાણતા હતા, તેથી કંપનીને આપણી માગણી કબૂલ રાખ્યા સિવાય છૂટકા નથી, એમ માની તેમણે પૂરેપૂરા સાઠ ટકાતા લાભ પાતાને મળવાની હઠ પકડી. કંપની આ માગણી કબૂલ રાખી શકી નહિ; અને આવી રીતે છાતી સામી પિસ્તેલ ધરી ‘ ચાલ, ધરી દે’ જેવી માગણી તેનાથી કબૂલ રાખી શકાયજ નહિ. એ માગણી નાકબૂલ કરવામાં તેણે વાજ- ખીજ કર્યું હતું. હું ત્યાં હાજર હેાત તે। હું પણ એવી ધમકીને કદી તાબે થાત નહિ. આટલે સુધી તે બધી વાત પાંસરી હતી. માણસ સાથેના મતભેદના પ્રસંગે વખતે મેં આજસુધી એવી રીત રાખી હતી કે હું ધીરજથી રાહ જોઈ બેસી રહેતા, તેમને સમજાવી ઠેકાણે લાવવાની તથા તેમની માગણીએ ગેરવાજબી છે એવી એમની ખાત્રી કરી આપવાની કાશીશ કરતે; પણ તેમની જગ્યાએ નવા માણસાને હું કદી દાખલ કરો:હિ.આ પ્રસંગે જે માણસાને આ કજીયાસાથે લેવાદેવા નહેાતી, એવા બીજા ત્રણ હજાર મજુરાએ સુપરિન્ટે- ન્ડન્ટને ખાત્રી આપી હતી કે એમનું કામ અમે કરી લઇશું અને કારખાનાનું કામ અટકી પડવા દઇશું નહિ. એ ૨૧૮ માણસેાએ પેાતાનું મંડળ સ્થાપ્યું હતું અને તેમાં પેાલાદને ગરમ કરનારા અને ટીપનારા માણસા સિવાય ખીજાને દાખલ કરતા નહિ, તેથી તેમને ખસતા કરવા બાકીના માણસો બહુ ઇંતેજારી બતાવતા. મારા ભાગીદારાએ એ સુપરિન્ટેન્ડન્ટના કહેવા ઉપર ભરેાંસા રાખી ભૂલ- થાપ ખાધી અને એને મજુરાએ થાપ દીધી. એ હાલમાંજ હલકી તાકરી ઉપરથી એ હાદ્દા ઉપર નિમાયા હતા અને તેથી એને આવી વાતાને બહુ મનુભવ નહેાતા. મડળવાળા માણસાની ગેરવાજબી હતી અને મંડળ બહારના ત્રણ હજાર માણસા પણ એમની માગણી ગેરવાજબી હેવાના અભિ- પ્રાય દર્શાવતા હતા. એ ઉપરથી સ્વાભાવિકરીતેજ એણે એમ માની લીધુ કે, મક્કમ રહેવાથી કાઇ જાતનું ધાંધલ જાગશે નહિ અને પેલા માણસા વચન આપ્યા મુજબ એ માણસાનું કામ કરી લેશે. એ ત્રણ હજાર માણસા પૈકીના ઘણા માણસો પેલા ૨૧૮ માણસાની જગ્યાએ દાખલ થવા તત્પર હતા—અર્થાત્ મને તે એમ જણાવવામાં આવ્યું હતું. પાછળ દૃષ્ટિ નાખતાં કંપનીએ કારખાનું ચાલુ કરવાનું પગલું ભર્યું એ તેની ગંભીર પ્રકારની ભૂલ હતી એમ કહેવું એ સહેલું છે. કંપનીએ જે કઇ કરવાનું હતું તે માણસેાને આ પ્રમાણે કહી દેવાનું આ એક મજુરીને હતું:- Gandhi Heritage Portal