આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૧
હબર્ટ સ્પેન્સર અને તેમનો શિષ્ય



અગનાં કબ્યાને વિચાર કરીશું. આ અગમ્ય,ગૂઢ,અવ્યક્ત સૃષ્ટિમાં આપણે ઉપરની ધૂળના એક રજકણ જેવા છીએ-અરે એવડા પણ નથી. એવા વિચાર આવતાં હું થાકીને પાછા હઠુ છું. મને માત્ર એકજ સત્ય પ્રતીત થાય છે; અને તે કૅક્વિને વ્યક્ત કર્યું છે. “ મનુષ્યજાતિની સેવા એ ઇશ્વરની સર્વોત્તમ પૂજા છે” આવી માન્યતા રાખ્યા છતાં પણ જીવાત્માના અમરત્વની અમર આશાને લાપ થતા નથી. પુનર્જન્મને પ્રાપ્ત થઇ નવું જીવન જીવવાની સ્થિતિમાં મૂકાવું એ હાલનું જીવન જીવવા માટે જન્મવાના કરતાં વધારે અદ્ભુત ઘટના નથી. આ જીંદગી ઉત્પન્ન કરવા- માં આવી છે તે પછી બીજી ઉત્પન્ન કરવામાં આવે, એમાં શી મેટી વાત છે ? એટલે જીવાત્મા અમર છે એવી આશા રાખવા માટે સંગીન કારણ છે. ત્યારે આપણે એવી આશા શામાટે ના રાખીએ ?’ Gandhi Heritage Portal