આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
દાનવીર કાર્નેગી


૧૪ દાનવીર કાર્નેગી નહેાતા; પણ એ સંજ્ઞા મને અત્યંત ફિટકારસૂચક લાગતી અને મને યાદ છે કે એને લીધે હું એ ઉત્તમ શિક્ષક સાથે—મારા એકના એક મહેતાજીની સાથે જેટલી છૂટથી મારે ભળવું જોઇએ તેટલી છૂટથી ભળી શકતા નહેાતા. મને ખેદ થાય છે કે, તેમનું મારા ઉપર જે ઋણ ચઢયું છે તેને માત્ર સ્વીકાર કર્યાં ઉપરાંત બીજી કેાઇ વિશેષ રીતે બદલેા વાળવા હું તેમના મૃત્યુ અગાઉ શક્તિ- વાન થઇ શકયા નહિ. બીજા એક માણસે-જ્યોર્જ લાડરના પિતા મારા કાકા લાડરે–મારા ઉપર જે અથાગ ઉપકાર કર્યાં હતા, તેમના સબંધમાં પણ મારે અત્રે ઉલ્લેખ કરવા જેઇએ. મારા પિતા અનિવાય રીતે શાળવાળી દુકાનમાંજ આખા દિવસ રોકાયલા રહેતા અને તેથી મારા ઉપર દેખરેખ રાખવાની તેમને પુરસદ મળતી નિહ. મારા કાકા હાઇસ્ટ્રીટમાં દુકાનદાર હાવાથી તેમને પગ તેવી રીતે બાંધ્યા રહેતા નહિ. દુકાનને લત્તા લક્ષમાં લેવા જેવા છે; કેમકે આ સ્થાન દુકાનદારી કરનારા શિવના સમૂહમાં હતું અને ડન્કલાઇનના દુકાનદારો પણ ખાનદાન વર્ગના ગણાતા. મારા શાળાના જીવનની શરૂઆતમાંજ મારી કાકી સીટનનું મેત થવાથી મારા કાકાને જબરા આધાત થયા અને તેથી તેમના એકના એક પુત્ર જ્યા અને હું એ એના સહવાસથીજ તેમને આશ્વાસન મળતું. છેાકરાં સાથે કેમ વર્તવું, એ બાબતની તેમનામાં અસાધારણ આવડત હતી અને અમને તેમણે ઘણાં વાનાં શીખવાડયાં હતાં. ઈંગ્લાંડા ઇતિહાસ શીખવવાની તેમની રીત મને હજી પણ યાદ છે. પ્રત્યેક રાજકર્તા જે કાર્યને માટે તે પ્રસિદ્ધ થયેા હેાય તે કા તે દિવાલના અમુક ભાગમાં બેસીને કરે છે, એવી કલ્પના કરવાનું તે અમને સમજાવતા. દૃષ્ટાંતતરીકે મારા જાન રાજા આજ સુધી ચિત્રની ઉપર બેસીને મેગ્ના ચાર્ટી ઉપર સહી કરે છે; અને મહારાણી વિકટારીઆ પેાતાનાં છે!કરાંને ખેાળામાં લઇને બારણા પાછળ બેઠાં છે. વળી, વેસ્ટમિન્સ્ટર ઍીનાં ચેપ્ટર હાઉસમાં ઘણાં વર્ષ પછી મને જે ખામી જણાઈ હતી, તે રાજકર્તાઓની અમારી યાદીમાં નહેાતી. વૅસ્ટ મિન્સ્ટરની અંદરના એક નાના દેવળમાંની શિલા ઉપરથી જણાય છે કે ક્રાવેલનું શખ ત્યાંથી કાઢી લેવામાં આવ્યું હતું. મારા કાકાએ અમને જે રાજ- કર્તાઓનાં ચરિત્ર શીખવાડયાં હતાં તેમાં ક્રાબ્વેલને રામના પાપને નીચે મુજબ- ના સંદેશા મેકલતેા કથ્થા છે: જો તમે પ્રેટેસ્ટટાના ઉપર જુલમ ગુન્તર્- વાનું બંધ નહિ કરેા તે ગ્રેટબ્રિટનની તેાપાની ગર્જના તમારા દેવળમાં- વેટિકનમાં-સંભળાશે.’ કહેવાની જરૂર નથી કે અમારા હિસાબે ઊઁામવેલ બધાંતે પહેાંચી વળે એવા હતા. સ્કોટલૅન્ડના પ્રાચીન ઇતિહાસસંબંધી હું જેટલું જ્ઞાન ધરાવું છું એ બધું મે મારા કાકા પાસેથી મેળવ્યું હતું. વાલેસ, બ્રુસ, બર્ન્સ, આંધળા હૅરી,