આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
કર્નલ ઍન્ડર્સન અને પુસ્તકો



ક જો કે તેમના જેવા નહેાતા, પણ ગીત અને સંગીતને શાખ તેા મને તેમની પાસેથી વારસામાંજ મળ્યા હતા. કૅયુશિયસના ઉદ્ગારના ભણકારા મારા કાનમાં ઘણી વખત વાગતા. ઈશ્વરની પવિત્ર જીહ્વારૂપ એ સંગીત ! હું તારૂં આમંત્રણ સાંભળુ છું અને આવું છું.’ આ સમયને એક પ્રસંગ ખીજી એક ખાખતપરત્વે મારાં માબાપની મનની ઉદારતાના પુરાવા આપે છે. ઉનાળાની બે અઠવાડીઆંની રજાસિવાય મને બીજા કાઇ તહેવાર ભાગવવાન છૂટ મળતી નહિ. આ રજાને વખત હું ઈસ્ટ લિવરપુલમાં મારા માસાને ત્યાં મારા બંધુએસાથે નદી ઉપર હોડીની રમત રમવામાં ગાળતેા. મને બરફ ઉપર ચાલવાના ઘણા દેશોખ હતેા; અને જે સમયના સબધનેા હું ઉલ્લેખ કરૂં છું, તે શિયાળામાં અમારા ઘરસામેની નદીનું છછરૂં પાણી દરીને મજેનું ચેાસલું બાઝી ગયું હતું. બરફ બહુ સુંદર રીતે જામી ગયા હતા તેથી શનિવારે રાત્રે ઘેર આવ્યા બાદ, મેં સવારમાં વહેલા ઉઠી દેવળમાં પ્રાર્થનામાટે જવાના વખત પહેલાં બરફ ઉપર ચાલવાની સહેલ ભાગવી આવવાની પરવાનગી માગી. આથી વધારે ગભીર પ્રશ્ન ફૅાટિશ માબાપ આગળ ભાગ્યેજ રજુ થતેા હશે. મારી માને અભિપ્રાય તે સ્પષ્ટ હતા કે સજોગે લક્ષમાં લેતાં મને નજરમાં આવે ત્યાંસુધી સહેલ ભાગવી લેવાની રજા આપવી.મારા બાપે કહ્યું કે, સહેલ ભેગવવા જવાની રજા છે, પણ દેવળમાં જવાને વખત થતા અગાઉ પાછા ફરવું જોઇશે. હું ધારૂં છું હાલ અમેરિકામાં હજારમાંથી નવસેનવ્વાણું માબાપ અને ઈંગ્લાડમાં મોટા ભાગ આવાજ નિર્ણય ઉપર આવશે; પણ આજે જેએ એમ માને છે કે રવિવારને પવિત્ર દિવસ નિર્માણ થયેલા છે અને તેથી કરીને ભાગે કલ્પિત એવાં પાપના પશ્ચાત્તાપ બદલે, તે એ દિવસ આનંદમાં (સેબાથ) માણસના સુખને માટેજ સામાન્ય જનસમૂહે એ દિવસ માટે કરવામાં ગાળવા જોઇએ એવું સમજાવવાને વ્યતીત કરી શકે એ ઉદ્દેશથી તેમને માટે સંગ્રહસ્થાન અને ચિત્રાલયેા ખુલ્લાં મૂકવાની વ્યવસ્થા કરી આપવાજેએ તત્પરહાય છે તે મારાં માબાપ ચાલીસ વર્ષ ઉપર હતાં તે કરતાં વધારે સુધરેલાં ગણી શકાય નહિ. જે સમયમાં રવિવારને દિવસે મેાજશેાખતે માટે હવા ખાવા જવાની કે ધાર્મિક ગ્રંથાસિવાય બીજું કંઇ પણ વાંચવાની છૂટ નહેાતી, તે વખતનાં ધર્મ ચુસ્ત સ્ત્રીપુરુષા કરતાં તે તે ધણાં વધારે સુધરેલાં હતાં. Gankhi Heritage Portal