આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અતલ ઊંડી આરામગાહમાં પડેલી એકાદ હાડકાની કટકીની અંદરથી જાગ્રત થઈને આ કોમલાંગીના કલેજામાં ઘર કરી બેઠો.

આવી વિફરેલી કારમન કાયદાના અટપટા પથ પર ચાલવાની ધીરજ હારી બેઠી. નહિ તો એને ખબર પડી જાત કે પિયુજીના માથા પર તો કારાગૃહના અને મૌનના ઓળા ક્યારના ભમી રહેલા હતા. પેરિસની બે કુમારિકાઓની સાથે એનાં લગ્ન કરી, એ બન્નેની લક્ષ્મી નિચોવી લીધા પછી એની હત્યા કરીને નાસી જનારી શખ્સ પોતે જ આ ડૉન મેન્યુઅલ. પોલીસ - જાસૂસો એનો કબજો લેવા સારુ ચાલ્યા જ આવતા હતા. પણ એમને જરા, જ મોડું થયું. કુમારી કારમન એમની આગળ નીકળી ગઈ હતી, એણે હિસાબ પતાવી નાખ્યો હતો.

પોતાના ભાઈને બદનામીના જીવતા મોતથી તો ઉગારી શકાશે, એવી આશાએ તલપી રહેલી કારમન દોટમદોટ ઘેરે આવી. ત્યાં તો ઉંબરમાં જ કાળાંધબ મોં લઈને ઘરના નોકરી ઊભા હતા, શું થયું હતું? ભાઈએ આપઘાત કરી નાખ્યો હતો.

[4]

ભાઈના શબની સામે કારમન ઊભી થઈ રહી. જાણે કોઈ મંત્ર છંટાવાથી એનો આખો દેહ પાષાણની પૂતળી બની ગયો.

એ થીજી ગયેલા હાથે કારમને ભાઈના મુડદાની પાસે એક કાગળ પડ્યો હતો તે ઉપાડ્યો. બહેન કારમનના સરનામાનો જ કાગળ હતો. ફોડ્યો, વાંચ્યો, ભાઈએ આત્મહત્યા શા સારુ કરી તેનું સાચું કારણ સમજાયું. બૅન્કનાં નાણાંના ગેરઉપયોગની નામોશીથી ભાઈ નહોતો અકળાયો, એની ધીરજ નિતારી લેનારો તો બહેનનો કાગળ હતો. ‘પિયુજી’નો પીછો લેવા જતી વેળાએ કારમન જે ઉતાવળી ચિઠ્ઠી લખતી ગઈ હતી તેણે ભાઈના અંતઃકરણ પર એવું ઠસાવ્યું હતું કે બહેન તો લગ્નની વિધિ પતી ગયાની પણ વાટ જોયા વગર એ ધૂર્ત ધણીની સાથે સંસારના લહાવા શરૂ કરી દેવા રવાના થઈ ગઈ ! એ બદનામીએ અને બહેનનું સત્યાનાશ વળવાની બીકે લૉરેન્ઝોને આત્મહત્યાના પંથ પર મોકલ્યો હતો.

ધીરે ધીરે – યંત્રની માફક ધીરે ધીરે – બહેને ભાઈનો કાગળ વાંચ્યો, બીજી વાર ઉખેળીને વાંચ્યો, છતાંયે એની આંખોમાં આંસુ નથી આવતાં. ‘વહાલી બહેન, મને ક્ષમા કરજે !’ એ વાક્યે પણ એની પાંપણોને ન પલાળી. એની આંખો મટકો મારતી પણ થંભી ગઈ. લાગણીનો ધગધગાટ અંદર ઊતરી ગયો. ઉપરનું કલેવર ટાઢું – ટાઢુંબોળ બનતું ગયું. લોહી વિનાની હોય તેવી ઠંડીગાર દસ આંગળીઓ એના મોંને જકડી પડી. એનું મોં સંકોડાયું. બે હોઠ વચ્ચે એક સાંકડું તીનું રચાયું. તેમાંથી સિસોટીના સૂર નીકળ્યા – નાનપણમાં જે નાદાન અર્થહીન સૂર પોતે મોંમાંથી વગાડતી હતી તે જ એ સૂર : અને માથાની અંદર જાણે કે કોઈ મહા જળપ્રલયનાં પાણી એની ચોગમ વીંટળાઈ વળી એને ડુબાડતાં હોય તેવો ભાસ થવા લાગ્યો. પછી એ ઊભી થઈ, અને મોં વકાસીને બાઘોલા જેવા ઊભેલા ચાકરને શબ્દ પણ કહ્યા વિના, પોતાના સાથીને હાથને ઇશારે બોલાવી લઈ, એ ઘરની બહાર ચાલી નીકળી. એને માટે હવે એક જ પંથ રહ્યો – પિયુજીના ઘરનો પંથ. જુઆનને લઈને એ ચાલી.

ટકોરીની ચાંપ દાબતાં ઘરનું દ્વાર ઊઘડ્યું. ઉઘાડવા આવનાર વૃદ્ધ ચાકરને એક

424
બહારવટિયા-કથાઓ