આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



3
રોમાનેતી

ઈ. સ. 1926ના એપ્રિલ મહિનાના એક પ્રભાતે દેશદેશનાં છાપાંઓએ પોતાના વાંચનારાઓને ખબર દીધા કે બહારવટિયાનો રાજાધિરાજ રોમાનેતી, જેણે કૉર્સિકા બેટની સરકારને પૂરા પંદર વર્ષો સુધી હાથતાળી દઈદઈ પહાડનું એકલહથ્થુ રાજ કર્યું, જેણે કંઈ કંઈ ઝપાઝપીઓમાં સરકારી પોલીસને શિકસ્તો દીધી, તે બહારવટિયાને આખરે પોલીસોએ ભેટંભેટાં કરી હાથોહાથના ધિંગાણામાં ઠાર કર્યો છે.

આ ખબર છપાયા પછી તરતના જ અરસામાં કૉર્સિકા બેટનાં તેમ જ ફ્રાન્સ દેશનાં છાપાં કાગારોળ કરી ઊઠ્યાં કે ખોટી વાત : બહારવટિયાને પોલીસે નથી માર્યો. એનું મોત તો દગાબાજીથી નીપજેલું છે. બહાદુરી નહિ પણ ખુટામણ ખેલાયેલી છે. બહારવટિયાના મંડળ માંહ્યલા જ એક ભરોસાદાર આદમીએ ઓચિંતો એને પીઠ પાછળથી ગોળીએ દીધો છે; પોલીસે તો પછી એ મરેલા મર્દનાં હથિયાર-પડિયાર ઉતારી લઈ, એ શબને માથે ભડાકા કરી, વીરતાનું એક નાટક ભજવ્યું છે, અને કૉર્સિકા બેટનાં વીરપ્રેમી, વતનીઓની આંખોમાં એવું ઠસાવવાની કોશિશ કરી છે કે તમારા વીરને અમે હાથોહાથના ધિંગાણામાં મર્દાઈની રીતે મારી પાડ્યો છે.

બેટની બજારે વાતો થાય છે : ‘આ મૉતની અંદર નક્કી કાંઈક ભેદ રહ્યો છે.’

દાક્તરે મડદું ચીર્યું. પણ એ દાક્તરી તપાસનું પરિણામ કેમ બહાર ન પડ્યું ?

‘ગોટાળો હશે. ગોટાળો. બહારવટિયો રોમાનતી સામી છાતીને ધિંગાણે એમ એકલો કંઈ મરે ? પાંચેક વડિયાને લીધા પછી જ પડે.’

સુધરેલી દુનિયાનાં માનવી આવું આવું સાંભળીને ખડખડ હસે છે. ભલા માણસો ! રોમાનેતીને કોણે માર્યો અને કેવી રીતે માર્યો એની શી તથ્યા છે તમારે ? હતો તો બહારવટિયો ને ? રાજનો, કાયદાનો, સમાજની સુલેહશાંતિનો શત્રુ તો હતો જ ને ? બે-પાંચ ખૂનો પણ એણે કર્યા હતાં ને ? એના માથા સારુ ઇનામ નીકળ્યું હતું ને ? બસ ત્યારે પછી ! હરકોઈ ઈલાજે પણ એ ફેંસલ થઈ ગયો. રાજા-પ્રજા સર્વે કરીને ઠામ બેઠાં.

કૉર્સિકા બેટનો વતનદાર પોતાનું માથું ધુણાવીને ઉત્તર આપે છે કે ના, ના, ના ! તમે અમારા મુલકની રીતરસમ જાણતા નથી, અમે જીવીએ છીએ હજુ જુનવાણી જમાનામાં. ઇન્સાફની અટપટી જાળમાં અમારો પત્તો ન લાગે. અમે તો અમારો હિસાબ ઘરમેળે પતાવી લઈએ. દગલબાજી, વિશ્વાસઘાત, ખુટામણ - એની વસૂલાત અમે લોહી રેડીને જ કરીએ. અને તેથી જ ખાનદાનીની રીતે પતાવટ કરનારો આદમી અમારે મન વીર છે. ‘વેન્દેત્તા’ (વેરની વસૂલાત) એ અમારો નેકપાક કાયદો છે. રોમાનેતી અમારો આત્મારામ હતો, નેકીનો

448
બહારવટિયા-કથાઓ