આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્મરણમાધુરી આત્મજા ! તાતધન તેમિના ! તારકા તું જ મુજ આંખકેરી ! મુજ જીવનક્ષિતિજથી તું જતાં શી પડી જવનિકા હૃદય સર્વત્ર ઘેરી ! તદપિ તું તેમની તેમ રહી તારકા, ધૂળમાંથી સરી સૂક્ષ્મમાંહીં : goy નવલ સૃષ્ટિના એ પ્રવાસે લીધી 1 2 મુજ અબલ દૃષ્ટિ પણ તે જ ત્યાંહીં ! જન્મ ને મૃત્યુ છે ઉભય સુંદર જગે, હો ભલે ઉભયના પંથ ન્યારા ! પણું ખરે મૃત્યુ એ અધિક સુંદર દિસે, જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણક્યારા ! પૂર્ણ સૌંદર્યમાં તું સરી ગઈ, સુતા ! ત્યાં કશી શેતંત્રી જગાડું ? અંત્ય આનંદશબ્દો સર્યા તુજ મુખે, ત્યાં કશી અવર ધ્વનિ આજ પાડું ? ૮