આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 હાનિકા ખંડ ૨ ૫૧ ચિત્તયાપાર ચાલે ગમે તેટલા, - તેય નહિ માનવતર્ક ફાવે ; વિશ્વને વિશ્વના દેવ ઢાંકી રહ્યા, | ભેદ તે કેણ ખેલી બતાવે ? જન્મ ને જીવન ને મૃત્યુને સમજવા માનવી મથી રહે દિવસ આખો : સૂર્ય સાથે ફરે તેાય તે સરી જતા, ને પછી રાત દે ઢાંકી આંખો ! જીવનની રાત એ આંખને ઢાંકશે, ઢાંકશે તે જગતને ય સાથે ; દિવસનું એક આ સ્વમ પૂરું થશે, - કયાં ઊઠી ચોળશે આંખ હાથે ? દિવસ ટૂંકાય ને જીવન ટૂંકાય એ, ને પછી ભેદ પામે મથી શું? પૂછતું, શોધતું, હારતું, જીવન તે જાય આ, ને પછી–ને પછી શું? મૃત્યુનું મૃત્યુ ૫૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 8/50