આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

425/2021 દર્શનિકા ખંડ ૨ મૃત્યુ નહિ હોય તો જીવન કયાં જીવન રહે ? મૃત્યુ વિણ માત્ર રહે છવનછાયા ; રાત્રિ નવ હોય તે દિવસ કહેવાય ક્યમ ? સર્વ તાપે સદા રહે તપાયા ; જીવનને શ્વાસ છે મૃત્યુ દૂર રાખવા, મૃત્યુનાં ઝેર પર અમૃત કુંકી ; મૃત્યુ નવ હોય તો વિજય ક્યાં શ્વાસને ? જીવન લજવાય નિઃશ્વાસ મૂકી ! દુઃખીને દુઃખ જેવું નિરંતર રહ્યું, . પછી દુઃખને અંત કયારે ? મૃત્યુ વિણ જીવનને કલહ જે નવ શમે, કેમ એ જીવનને તો ઉગારે ? મૃત્યુનો ભય જતાં જાય આશા ઊડી, રહે પછી માત્ર લડવું સદાનું ; સર્વને અંત જે છે અનંતત્વમાં, ઊઘડે તો જ નવજીવનપાનું ! મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 1950