આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

બદલે લૅંકેશાયર કે અમદાવાદ સાથે થાય તેમાં પોરખંદરનું શું પાકે? ખરી વસ્તુ જે પ્રજા માગી રહી છે તે એ છે કે, અમારી મહેનત વાપરો, અમને બેકાર રાખી ભૂખે ન મારો. રાણાવાવના પથ્થરને બદલે તમે ઇટાલીથી પથ્થર મંગાવો તો કેમ ચાલે ? તમે તમારાં ગામડાંઓમાં વણાયેલાં પાનકોરાં અને તમારી જ ગાયભેંસનાં ઘી છોડી કલકત્તાથી મંગાવો તે કેમ પાલવશે? તમે તમારી વસ્તુઓનો ઉપયોગ ન કરતાં પારકે ઠેકાણેથી મંગાવશો તો હું કહીશ કે તમે બેડીથી જકડાયેલા છો. જ્યારથી મને આ શુદ્ધ સ્વદેશીનો મંત્ર લાધ્યો છે, જ્યારથી ગરીબમાં ગરીબની સાથે ભારે અનુસંધાન હોવું જોઈએ એમ હું સમજ્યો છું, ત્યારથી હું મુક્ત થયો, અને મારો આનંદ લૂંટવાને નથી રાણા સાહેબ શક્તિમાન, કે નથી લોર્ડ રીડિંગ શક્તિમાન, કે રાજા જ્યૉર્જ.

બહેનોને કહીશ કે, તમારાં દર્શન પણ કરીને હું ત્યારે જ પાવન થાઉં કે જ્યારે તમે ખાદીભૂષિત હશો, તમે કાંતતાં હશો. આજે હવેલીમાં જઈને ધર્મ જાળવવા માગો છો, પણ જે કાંતતી હશે તેનું જ હૃદય મંદિરરૂપ બનશે. એથી જ તમને કહું છું કે, શું તમારી આગળ હિમાલયના ચમત્કારની વાતો કહું તો જ તમે સાંભળવાનાં? શું તમને ઘેરઘેર ચૂલાની સાથે રેંટિયો રાખવા કહું તો તમે કહેશો કે આ ડોસાની ડાગળી ચસકી ગઈ છે? હું તો ડાહ્યો છું. હું તો સમજુ છું. મારો અનુભવ પોકારીને કહી રહ્યો છું.

મને એક જણે પૂછેલું કે તું પોરબંદરનું માનપત્ર લઈને શું કરશે ? પોરબંદરમાં ખાદી પહેરનારાઓ કેવા છે તે તો પ્રથમ જાણી લે. પણ પોરબંદરમાં ખાદી પહેરનારા કેવા છે