આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૨૩
‘ઉદ્ધાર ક્યારે થાય?’

એક ‘સેવક’ લખે છે:

“એક સારા પુસ્તકમાં વાંચેલું કે, ‘અમુક મનુષ્યનાં કર્મ અનુસાર તેને સારું કે નરસું ફળ મળે છે. તેવી જ રીતે સામાન્ય જનસમાજના સામાન્ય આચરણ પ્રમાણે સમાજને સારું નરસું ફળ મળે છે. સમાજનું અસત્ય, અન્યાય, અનીતિ ને દુરાચારનું પ્રમાણ વધી પડે તેના ફળરૂપે જ દુષ્કાળ, રેલ, ધરતીકંપ, અતિવૃષ્ટિ વગેરે દર્શન દે છે.’

સેવક કર્મફળને માનતો હોવાથી ઉપરની વાત સાચી માને છે. અને આ વાત સાચી માનનારને સ્વરાજ્યપ્રાપ્તિમાં પણ શ્રદ્ધા ન જ રહે; સમાજનાં કર્મ ઊધાં હોય તેનાં પરિણામ સીધાં કેમ આવે?

જુઓ આપણા દેશની આંતરિક સ્થિતિ, આપણા નરેશોની સ્થિતિ ! જેને કપાળે આગળના શ્રીરામચંદ્ર, વીર વિક્રમ, શૂરવીર શિવાજી અને પ્રતાપ જેવા પોતાનાં ઝળહળતાં જીવનચરિત્રોથી સોનેરી તિલક કરતા હતા, તે પવિત્ર ભારતમૈયાના કપાળે આજના આપણા કહેવાતા રાજેન્દ્રો અન્યાય, અનીતિ, જુલમ, અત્યાચાર અને હત્યાકાંડથી કલંકિત, કાળાં, ઝાંખાં તિલક કરી રહ્યા છે.

તો પછી આ દેશનું વાતાવરણ, સામાન્ય સામાજિક વર્તન કેવું છે તે આપણે જોઈએ તો માલૂમ પડે છે કે, આ દુર્ભાગી દેશ તા દુર્ભાગ્યને પંથે દોડી રહ્યો છે. અને મારી તો માન્યતા એ જ છે કે, ખોટે રસ્તે જનારને માત્ર સાચો માર્ગ બતાવવો એટલો જ ધર્મ છે, તેને હાથ પકડીને ખેંચવો એ ધર્મ નથી. તેમ પ્રલયકાળને પોકારી રહેલ, દુર્ભાગ્યદેવીના દરવાજા ઠોકી રહેલ, તે અમારા