આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
'ઉદ્ધાર ક્યારે થાય?’

તેનો વિચારદોષ બતાવી શકું છું. પ્રજાનું કર્મફળ તે તેના સમસ્ત કર્મના સરવાળાનું પરિણામ. વળી અહીં સ્વરાજનો સંકુચિત અર્થ લેવાયેલો છે : સ્વરાજ એટલે રાજ્યતંત્રનું અંગ્રેજના હાથમાંથી પ્રજાના હાથમાં હોવાપણું. અહીં તો બન્નેની સામાજિક અથવા રાજનીતિનું કર્મફળ કાઢવું રહ્યું. સામાજિક નીતિમાં આપણી સંઘશક્તિ, સામાજિક નિર્ભયતા ઇત્યાદિ ગુણોનો સમાવેશ થાય છે. એ ગુણો જ્યારે પ્રજામાં આવે ત્યારે આપણે આપણું તંત્ર હાથ કરી શકીએ. વળી અત્યારે સ્વરાજનો અર્થ બ્રિટિશ હિંદુસ્તાનની સ્વાધીનતા એટલો જ છે. તેની અસર દેશી રાજ્યો ઉપર અનહદ થશે એમાં શંકા નથી. છતાં દેશી રાજ્યોનો પ્રશ્ન અલગ રહેશે તો તે બ્રિટિશ હિંદુસ્તાનની સ્વતંત્રતા પછી ઉકેલાશે. ઘણે ભાગે તો તે બ્રિટિશ હિંદુસ્તાનની સ્વતંત્રતાની પછી એની મેળે ઉકેલાઈ જશે. દેશી રાજનીતિ ગમે તેવી ખરાબ હોય, છતાં બ્રિટિશ હિંદુસ્તાનમાં શક્તિ હોય તો તે આજે સ્વાધીન થઈ શકે. એટલે કર્મફળ કાઢતાં બ્રિટિશ હિંદુસ્તાનની પ્રજાના કર્મનું જ માપ આપણે કાઢવું રહ્યું છે. તે સરવાળામાં જો દેશી રાજ્યોને ઉમેરીએ તો ફળ ખોટું નીકળશે. ખરું જોતાં, દેશી રાજ્યો પણ અંગ્રેજી સત્તાનાં જ સૂચક છે. તેઓ અંગ્રેજી સત્તાને વશ વર્તે છે. તેઓ એ સત્તાને જવાબદાર છે છતાં નથી. ખંડણી આપવા પૂરતાં અને તે સત્તાને વફાદાર રહેવા પૂરતાં જ તેઓ તેને જવાબદાર છે. પ્રજાની સાથે તેમના સંબંધ વિષે તે લગભગ સ્વતંત્ર છે. અને પ્રજાને તો તેઓ જવાબદાર નથી જ. તેથી તેમની આસપાસના વાતાવરણમાં દોષ ગ્રહણ કરવાની શક્તિ વધે છે, અથવા બીજી ભાષામાં