આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







કાઠિયાવાડના રાજામહારાજાઓ પ્રત્યે—


સાહેબ,

મેં ઘણીયેવાર આપને બે બોલ લખવાનો વિચાર કરીને માંડી વાળ્યો. પણ કેટલુંક સાંભળ્યા અને જાણ્યા પછી મારા વિચારો આપની પાસે રજૂ કરવાનો મારો ધર્મ સમજું છું.

મારો સંબંધ કાઠિયાવાડની સાથે નિકટ છે એ કંઈ મારે આપને કહેવાનું હોય? પણ મારો જન્મ કાઠિયાવાડમાં થયો છે એટલું જ બંધન મને નથી. મારા પિતાશ્રીએ ત્રણ રાજ્યોમાં કારભારી તરીકે નોકરી કરેલી; મારા કાકાએ એક જગ્યાએ. તેમ મારા દાદાએ પણ કારભારું કરેલું. ગાંધી કુટુંબના ઘણાઓએ કાઠિયાવાડનાં રાજ્યોની નોકરી કરી નિર્વાહ કર્યો છે. એટલે આપની સાથે મારો ખાસ સંબંધ છે. આપના પ્રત્યે મારી ખાસ ફરજ છે.

તેથી જ્યારે કાઠિયાવાડના કોઈ પણ રાજ્યની અંધાધૂંધી વિષે હું કંઈ સાંભળું છું ત્યારે મારું મન દુખાય છે. કાઠિયાવાડને મેં શૂરવીરની ભૂમિ તરીકે ઓળખેલ છે; ને સ્વરાજયજ્ઞમાં કાઠિયાવાડ પોતાનો પૂરો ફાળો આપી પેાતાને ને ભારતભૂમિને ઉજ્જવળ કરશે એવી આશા મેં રાખી છે.

‘સ્વરાજ’ શબ્દથી આપ ન જ ભડકો. સ્વરાજ, અસહકાર, એ નામો આપને ન ભડકાવે એમ ઇચ્છું છું. તે અંધાધૂંધીની