આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૨૭
પોરબંદર પરિષદ

આટલું કહીને ગાંધીજીએ એ બે દિવસોમાં સૂત્રરૂપે અનેક ઉદ્‌ગારો બહાર પાડ્યા છે તે અહીં સૂત્રરૂપે જ ઉતારું છું:

“પરિસ્થિતિ તો આજે પણ તીવ્ર છે, પણ તીવ્ર ઇલાજ લેવાને માટે આજે આપણે નાલાયક છીએ, એટલે ખામોશ રહેવું ઘટે.”

“જે પોતાની નામર્દી કબૂલ કરશે તે કોક દિવસ મર્દ થવાનો સંભવ છે; પણ જે નાહકનો મર્દ હોવાનો દાવો કરે છે તે કદી મર્દ થવાનો નથી.”

“રાજ્યોમાં ઘણાં દુષ્ટ કામો થતાં સાંભળુ છું, પણ તેનાથી વધારે દુષ્ટ કામ એ રાજ્યોની બહારનાં મોટાં રાજ્યોમાં થઈ રહ્યાં છે. તે કરનારાઓની ચોટલી પકડીશું એટલે રાજ્યોની વાતોનો સહેજે નિકાલ આવશે.”

“આ પરિષદ બકરાંની છે, સિંહની નથી. સિંહોની સંસ્થા જગતમાં નથી જોઈ.”

“જે દિવસે ઉગ્ર પરિસ્થિતિ આવશે તે દિવસે પરિષદ શું કરશે, એમ કહેવામાં વિચારશક્તિની શૂન્યતા છે. એ પરિસ્થિતિ આવશે તે દિવસે પરિષદને આપણે તોડીશું. પરિસ્થિતિ તો આજે પણ આવી પડેલી છે; હું ધગી રહ્યો