આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૩૨
રાજા અને રંકનું

વીલેપારલામાં કાર્યકર્તાઓની સભા થઈ હતી તેમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો :

“તમે કહ્યા કરો છો કે તમારી કલ્પનાનું સ્વરાજ રાજા અને રંક બંનેને ન્યાય આપે, બંનેને રક્ષે, બંનેના હકો મેળવે. આમાં વિરોધ નથી આવતો? જુઓ, મજૂરો અને માલિક, ધનવાન અને તેનો દરવાન, બ્રાહ્મણ અને ભંગી, તવંગર ને ભિખારી, જ્યાં નજર નાખીએ ત્યાં દ્વંદ્વયુદ્ધ ચાલતું જોવામાં આવે છે, ‘છે’ અને ‘નથી’નો ઝગડો અનાદિ કાળનો લાગે છે. બીજાને દુઃખી કર્યાં વિના માણસ સુખી થઈ શકતો જ નથી એમ લાગે છે. આવી સ્થિતિ કુદરતે જ રચેલી લાગે છે. તમે કુદરતની સામે થવા ઇચ્છતા લાગો છો. આ હવામાં બાથ ભીડવા જેવું નથી લાગતું ?”

ટૂંકામાં પુછાયેલા પ્રશ્નને મેં જરા લંબાવ્યો છે, ભાવ બદલ્યો નથી. પ્રશ્ન સરસ છે તે ઘણાના મનમાં ઉઠતો હોવો જોઈએ. એ હવે વિચારીએ.

જો રામરાજ્ય જેવું આ જગતમાં કોઈ વેળા હતું તો પાછું તે સ્થપાવું જોઈએ. મારી માન્યતા છે કે રામરાજ્ય હતું. રામ એટલે પંચ; પંચ એટલે પરમેશ્વર; પંચ એટલે લોકમત. જ્યારે લોકમત બનાવટી નથી હોતો ત્યારે તે શુદ્ધ હોય છે. લોકમત ઉપર રચાયેલું રાજ્ય એટલે તે જગ્યાનું રામરાજ્ય આવું તંત્ર આપણે કોઈ કોઈ ઠેકાણે આજ પણ