આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
સત્યાગ્રહીની વરાળ

હુકમોને આધારે’ એ શબ્દો સહિત અમારી સામેના બધા હુકમો પાછા ખેંચાયા.

હુકમો ખેંચાયા પણ કિન્નાખોરી વધી. લાગ રાખી સપડાવવાની વાત ઉચ્ચારાઈ.

તા. ૨૮મી મેના રોજ દરબારગઢ (જ્યાં દરબાર, ભાયાતો તથા બીજા મુસલમાનોનાં ઘર છે)માં એક મારા મિત્ર ભાયાતને ત્યાં હું બે મિત્રો સાથે રેંટિયા માટે એક લાકડાનો કકડો લેવા જતો હતો. દરવાજે પોલીસ બેઠા હતા તેમણે રોક્યો નહિ. પછી દરબાર સામા મળ્યા તેમણે અમે ક્યાં અને શા કામે જઈએ છીએ વગેરે પૂછ્યું. જવાબ આપી અમે આગળ વધ્યા. દરબારે પણ ‘ઠીક’ એમ કહેલું. ૨૫-૩૦ ડગલાં જવા દઈ એકદમ મને પાછો બોલાવ્યો. મેં પહેરેલ પોશાક — હિંદુસ્તાની સેવાદળ, વીલેપારલે યુથ ગાર્ડઝ, વગેરેનો યુનિફૉર્મ ડ્રેસ, નૅવી બ્લ્યુ અર્ધપાટલૂન અને પહેરણ, માથું ખુલ્લું — દરબારગઢને અપમાનજનક હતો, વગેરે જણાવી ગાળોના વરસાદ સાથે મને માર મારી જેલમાં બેસાડી દેવા પોલીસોને હુકમ કર્યો, મારનું વર્ણન નહિ કરું. ૮-૧૦ પોલીસોએ દશેક મિનિટ લગી અવિરત રીતે ઠંડો માર — જેનાં નિશાન ન રહે તેવા — આખા શરીર પર માર્યો. દરબારે જાતે જેલની કોટડીમાં આવી બે તમાચા માર્યાં અને બીજો માર ઉપર રહી મરાવ્યો. પછી જ મારો ખુલાસો પૂછ્યો. મેં કહ્યું કે હું સામાન્ય રીતે આજ પોશાક પહેરું છું. હું કાંઈ દરબારગઢને અપમાન કરવા માટે જ આ પહેરીને આવ્યો ન હતો કે મારો તેવો ઇરાદો પણ ન હતો, અને હું તો મારા મિત્રને ત્યાં જતો હતો. આ પછી મને એક કલાકે છોડી મૂક્યો. માર મારવાનું કારણ પોષાક તો કહેવાનું, પણ સાચુ કારણ હુકમો પાછા ખેંચવા પડ્યા તેની કિન્નાખારી.

મને પકડેલો ત્યારે ગામલોકોએ હડતાળ પાડી દીધેલી. વેપારી, ધંધાદારી અને ખેડૂતો સહુ જોડાયેલા — સર્વ કામકાજ