આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

કાર્યવાહક સમિતિએ વર્ધામાં ઘડેલો એ જ રૂપમાં વિષયવિચારિણી સમિતિએ એ ઠરાવ પસાર કર્યો હોત તો સારું થાત, પણ


    સ્વાતંત્ર્યનું નામ નથી, અને નાગરિક સ્વાતંત્ર્યનું દમન કરવામાં આવે છે, તેને સારુ આ મહાસભા અફસોસ પ્રગટ કરે છે.
    દેશી રાજ્યોમાં આ ધ્યેયની સિદ્ધિને અર્થે કામ કરવું એને મહાસભા પોતાનો હક અને અધિકાર માને છે, પણ અત્યારના સંજોગોમાં, મહાસભા દેશી રાજ્યોમાં આ ધ્યેયની સિદ્ધિને અર્થે અસરકારક કામ કરી શકે એવી સ્થિતિમાં નથી; અને રાજાઓએ, અથવા તો એમની મારફતે કામ લેતી બ્રિટિશ સત્તાએ, ઊભા કરેલા અનેક અંતરાયો અને પ્રતિબંધો મહાસભાની પ્રવૃત્તિઓને રોકે છે. મહાસભાના નામને લીધે ને તેની મોટી પ્રતિષ્ઠાને લીધે દેશી રાજ્યોના પ્રજાના મનમાં જે આશા ને હૈયાધારણ પેદા થાય છે તે તરત જ ફળીભૂત થતી નથી, અને પરિણામે નિરાશા પેદા થાય છે. અસરકારક કામ ન કરી શકે એવી સ્થાનિક સમિતિઓ રાખવી, અથવા તો રાષ્ટ્રધ્વજનાં અપમાનો સહી લેવાં, એ મહાસભાના ગૌરવને ભૂષણરૂપ નથી. આશાઓ પેદા થયા પછી મહાસભા રક્ષણ કે અસરકારક મદદ ન આપી શકે તેથી દેશી રાજ્યોની પ્રજાના મનમાં નિરાધારપણાની લાગણી પેદા થાય છે, ને તે એમની સ્વતંત્રતાની હિલચાલને વિકસતી અટકાવે છે.
    દેશી રાજ્યોમાં અને હિંદુસ્તાનના બાકીના ભાગમાં જુદી જુદી સ્થિતિ પ્રવર્તતી હોવાને લીધે મહાસભાની નીતિનો ઘણી વાર દેશી રાજ્યોની સ્થિતિ જોડે મેળ ખાતો નથી, અને તેથી દેશી રાજ્યમાં સ્વતંત્રતાની હિલચાલનો સ્વાભાવિક વિકાસ થવામાં રોકાણ કે અંતરાય આવવાનો સંભવ રહે છે. એવી હિલચાલો જો દેશી રાજ્યોની પ્રજા પાસેથી બળ મેળવે, તેમનામાં સ્વાશ્રય પેદા કરે, દેશી રાજ્યોમાં પ્રવર્તતી સ્થિતિને અનુરૂપ હોય, અને બહારની સહાયતા અથવા મદદ પર અથવા મહાસભાના નામની પ્રતિષ્ઠા