આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







રાજકોટવાસી

રાજકોટ ઉપર કોઈ આક્ષેપ મૂકે ત્યારે મને દરદ થયા વિના કેમ રહે ? એક બહેને મને થોડા દિવસ પહેલાં એમ કહ્યું કે હવે હું રાજકોટ જાઉં તો ખાદી જ ખાદી જોઉં. પરદેશી કપડાં તો થોડાં જ માણસો પહેરતાં હોય. એ બહેન હાલ રાજકોટમાં વસે છે ને પોતે બહાર નીકળે ત્યારે તો મુખ્ય ભાગે ખાદી પહેરે છે. તેથી તેણે માની લીધું જણાય છે કે રાજકોટમાં તો બધા ઉપરથી તો ખાદી જ પહેરતા હશે. પણ એક સંપૂર્ણ સ્વદેશીનું વ્રત પાળનાર રાજકોટનો વતની વણફરેલ નવજવાન રાજકોટને ઉદ્દેશીને લખે છે:

“સમસ્ત દેશની આટલી જાગૃતિ હોવા છતાં કાઠિયાવાડ તો તદ્દન સુસ્ત પડ્યું છે. અહીં કુલ્લે અઢી હજાર વિદ્યાર્થી છે તેમાંના સો રાષ્ટ્રીય શાળામાં દાખલ છે. તેમાંથી ૬૦–૭૦ હાજર રહે છે. અમદાવાદ છોડ્યા પછી પૂર્ણ સ્વદેશી પોશાક પહેરનારી માત્ર ત્રણ ચાર જ વ્યક્તિઓ જોઈ. અહીંનું વાતાવરણ નિરાશા ઉપજાવે છે. ધાર્મિક લોકો આળસુ બેઠા રહે છે. અને ગરીબને પેટ ભરવા ઉપરાંત બીજું સૂઝે તેમ નથી.”

આ ટીકા સખત છે. તેનું અનાયાસે સમર્થન એક બીજા કાઠિયાવાડી, જે ખાસ અવલોકન કરનાર છે, તેમણે કર્યું. ઉપરની ટીકામાં કંઈ અતિશયોક્તિ હોય તે બાદ કરીએ તો એ ટીકા