આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

પોતે એક દેશી રાજ્યના પ્રજાજન હતા, છતાં તેમણે દક્ષિણ આફ્રિકાથી આવીને પોતાના કાર્યક્ષેત્ર માટે કોઈ દેશી રાજ્યને પસંદ ન કરતાં અમદાવાદને પસંદ કર્યું. એ વિષે બોલતાં ગાંધીજીએ પેલા મિત્રને કહ્યું, “મને ત્રણ રાજ્ય તરફથી પોતાને ત્યાં આવીને વસવાનું ને ત્યાંથી કામ કરવાનું આમંત્રણ હતું. મારે એનો અસ્વીકાર કરવો પડ્યો.”

પેલા મિત્ર કહે, “પણ અમે મહાસભા પાસેથી સક્રિય મદદ નથી માગતા. અમારે તો મહાસભાના આશ્રય નીચે સંગઠન કરવું છે. મદદ કરવાની જવાબદારી મહાસભા પર રહે ખરી, પણ અમે મદદ નહીં માગીએ.”

ગાંધીજી: “એ જ વાત છે. તમે મદદ માગો કે ન માગો, પણ મદદ આપવાની જવાબદારી તો મહાસભાને માથે રહે જ, અને છતાં એનાથી એ જવાબદારી પાર પાડી શકાય નહીં. મહાસભા શી સક્રિય મદદ ન કરી શકે તો એનો આશ્રય તમે લો એ નકામો છે. મહાસભાના જેવી મોટી સંસ્થા એમ પોતાની હાંસી ન થવા દઈ શકે. મને તો આ વાત દીવા જેવી સાફ દેખાય છે. દેશી રાજ્યોના લોકો આ કેમ સમજી શકતા નથી એ મારા કળ્યામાં આવતું નથી. અત્યારે તો મહાસભા સારામાં સારી મદદ એ કરી શકે એમ છે કે તે દેશી રાજ્યોની પ્રજાને સક્રિય મદદ કરી શકે એમ છે એવી જે ભ્રમણા પેદા થયેલી છે તે તોડી નાંખે. એનો અર્થ આપોઆપ એ થશે કે દેશી રાજ્યોની પ્રજાએ સર્વ આંતરિક સુધારાઓ માટે આપબળે ઝૂઝતાં શીખવું રહેશે.”

“આ તો હું બરાબર સમજી શકું છું. પણ ઠરાવ જે રૂપમાં છેવટે પસાર થયો છે તે જુઓ. એમાં જે નવી કલમ