આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪૨
દેશી રાજ્યો અને જવાબદારી

મૈસુરની પ્રજાને મળેલી અધૂરી પણ કંઈક સફળતાથી બીજાં રાજ્યોમાં ઉદારભાવ વધવાને બદલે તેમનામાં આંતિરક જવાબદાર રાજ્યતંત્ર માટેની હિલચાલ સામે કડકાઈ આવી ગઈ છે, એમ પ્રસિદ્ધ થયેલી હકીકતો પરથી જોઈ શકાય છે. મૈસુરની સફળતાને મેં અધૂરી જ કહી છે. એનું કારણ એ છે કે લોકોને સંગીન વસ્તુ તો હજુ કંઈ મળી નથી. મહારાજા અને તેમના સરકારી દીવાને રાજ્ય મહાસભાને માન્ય રાખી છે, એમણે થોડા વખત પર બની ગયેલા દુઃખદ બનાવોની તપાસ કરવાને નિષ્પક્ષ તપાસ સમિતિ નીમી છે, અને એક સુધારા સમિતિ નીમીને તેને પુષ્કળ સત્તા આપી છે. મૈસુર રાજ્ય મહાસભા ધીરજ અને સરળતા રાખશે, અને મૈસુર સરકાર સાચો સદ્‌ભાવ અને સમજ રાખશે, તો આપણે કદાચ મૈસુરના રાજ્યતંત્રમાં સર્વાંશે નહિ તો ઘણે અંશે જવાબદારી દાખલ થયેલી જોઈશું.

પણ મૈસુરના બનાવોની માનસિક અસર પાર વિનાની થઈ છે. દેશી રાજ્યોની પ્રજાઓ કલ્પનામાં સ્વતંત્રતાની નવી ઝાંખી કરવા લાગી છે. એમને જે દૂરદૂરનું ધ્યેય દેખાતું હતું તે હવે લગભગ હાથવેતમાં આવી રહેલી ઘટના ભાસે છે. હું માનું છું કે, જો પ્રજામાં આવેલી જાગૃતિ સાચી અને