આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

વિશાળ હશે તો એમની ધારેલા ધ્યેય પ્રત્યેની કૂચમાં ગમે તેવી સખત દમનનીતિ રોકાણ કરી શકવાની નથી.

ત્રાવણકોરમાં વર્તી રહેલા ત્રાસ વિષે હું પૂરતું કહી ચૂક્યો છું. એને હું બીજું કોઈ નામ આપી શકતો નથી. ત્રાવણકોરના એક પ્રજાજન, જેમના પુરાવા વિષે શંકા આણવાનો પ્રસંગ મારે કદી આવ્યો નથી, તેમના કાગળમાંથી એક ઉતારો અહીં આપું છું:

“દીવાનના નિવેદનનો કાળજીથી અભ્યાસ કરતાં જણાય છે કે, તેઓ આ સવાલ પર ઢાંકપિછોડો કરવા માગે છે, અને તેઓ જે બનાવોનું વર્ણન કરે છે. તેનો કાલક્રમ ન જાણનાર બહારના લોકોમાં ઊંધો ખ્યાલ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ‘આંતર વિગ્રહ’ની જે ધમકીઓનો ઉલ્લેખ દીવાને કર્યો છે તે સિવાયના બધા બનાવો રાજ્યનું જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી અને રાજ્ય મહાસભાને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા પછી બન્યા છે. યુદ્ધ પછી બનેલા બનાવો યુદ્ધને વાજબી કેમ ઠરાવી શકે એ સમજવું મુશ્કેલ છે.

જે હિંસાને વિષે આપણે સૌ અફસોસ કરીએ છીએ તેની બાબતમાં કહેવાનું એ છે કે, એક પક્ષનું કહેવું એમ છે કે પથરા ફેંક્યા ને મોટર બસો બાળી એ પોલીસે ઊભા કરેલા મવાલીઓનું કામ હતું. પણ સત્ય શું છે એ પૂરી તપાસ વિના કહેવું કઠણ છે; અને એવી તપાસ અત્યારના સંજોગોમાં થવી અશક્ય છે, ગમે તેમ હો, પણ આ બધા બનાવો ધોળે દહાડે, અને જે સભાઓમાં પોલીસ ને લશ્કરની મોટી સંખ્યા હાજર હતી તેમાં, બન્યા છે, છતાં એમાંથી એક બનાવ અટકાવી શકાયો નહિ કે ગુનેગારોમાંથી એક પણ જણને પકડી શકાયો નહિ, એ આપને નવાઈભરેલું નથી. લાગતું ? રાજ્ય મહાસભાના પક્ષકારો એમ કહે છે કે, પોલીસો ને