આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

પોલિટિકલ ખાતાને તેમ જ દેશી રાજાઓને અને પછી જ આપણને ચેતવણીરૂપ છે.”

આત્મરક્ષાનો હક અલબત્ત સૌ કોઈને છે, અને તેવો જ હક સશસ્ત્ર બળવો કરવાનો પણ છે. પણ ઊંડો વિચાર કર્યાં પછી મહાસભાએ બેઉ ઇરાદાપૂર્વક જતા કર્યા છે. સબળ કારણોસર મહાસભાએ આમ કર્યું છે. અહિંસામાં જો આકરામાં આકરી ઉશ્કેરણી સામે પણ ટકી રહેવાનું અને હાર ન ખાવાનું સામર્થ્ય ન હોય તો તેની ઝાઝી કિંમત નથી. એની સાચી કસોટી જ ચાહે તેવડી ઉશ્કેરણી સામે ટકી રહેવાની એની શક્તિમાં રહેલી છે. સ્ત્રીઓની લાજ લૂંટાઈ હોય અને તે નજરે જોનારા અહિંસાવાદી સાક્ષીઓ હોય તો તે જીવતા ક્યાંથી રહ્યા? અને લાજ લૂંટાયાના બનાવોની પાછળથી જાણ થઈ તો વખતે પછી હિંસક બળના પ્રયોગનો ઉપયોગ પણ શો રહ્યો? અહિંસાની રીત તે પછી પણ કારગત થઈ શકે. અત્યાચારીઓ પર કામ ચલાવી શકાય, અગર તો પ્રજામત જેવું કશું હોય તો તેની આગળ તેમને ઉઘાડા પાડી શકાય. ગુનાખોરોને ઊકળેલા ટોળાને હવાલે કરવા એ તો જંગલીપણું જ ગણાય.

એજન્ટના ખૂનને લગતી દલીલ અપ્રસ્તુત છે. મારે કંઈ એક તરફ રાજ્યકર્તા અને પોલિટિકલ એજન્ટની અને બીજી તરફ લોકોની કારવાઈનો ન્યાય તોળવાનો નહોતો. એજન્ટની હત્યાને ખુલ્લી રીતે વખોડી કાઢવી — અને તે માત્ર સહાનુભૂતિની લાગણીને ખાતર નહિ પણ મહાસભાની ધરમૂળની નીતિના ભંગ અને હડહડતી ગેરશિસ્તભર્યાં કૃત્ય માટે — એટલું જ મારે સારુ બસ હતું. રાજાઓનાં દુષ્કૃત્યોને આ કટારોમાં મેં કંઈ