આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






પર
મારી કેફિયત

રાજકોટ તથા જયપુરને લગતાં મારાં લખાણોના ટીકાકારોએ એવો આરોપ કર્યો છે કે તેમાં મારે હાથે અસત્ય તથા હિંસાના દેાષ થયા છે. આનો મારે તેમની આગળ ખુલાસો કરવો રહ્યો છે. આ અગાઉ મારા ઉપર આવા આરોપો થયા છે. હું જાહેર જીવનમાં પડ્યો ત્યારથી જ થતા આવ્યા છે. પણ મને કહેતાં ખુશી ઊપજે છે કે, તેમાંના ઘણાખરા ટીકાકારોને પાછળથી કબૂલ કરવું પડ્યું છે કે અસત્યકથન કે હિંસાભરી ભાષાના દોષ મારે હાથે થયા નહોતા અને મેં જે કંઈ કહેલું અગર લખેલું તે મેં મારી માન્યતાને અનુસરીને કશા દ્વેષભાવ વગર નિખાલસભાવે કરેલું હતું. આજે પણ એ જ સ્થિતિ છે. મારી જવાબદારીનું મને પૂરેપૂરું ભાન છે. મારાં વચનોમાં મારાં ઘણાં દેશવાસી સ્ત્રીપુરુષો અનન્ય શ્રદ્ધા ધરાવે છે એ હું જાણું છું.

મારાં નિવેદનોની સાબિતીના પુરાવા ક્યાં છે એવા ટીકાકારોનો સવાલ છે. મેં તે આપ્યા છે. રાજકોટના રેસિડેન્ટે મહાસભા વિષે તથા સરદાર વિષે કાઢેલા ઉદ્‌ગારો સરદારે તેમના નિવેદનમાં ટાંક્યા છે. રેસિડેન્ટ વચ્ચે અને ઠાકોર સાહેબ તથા સર પેટ્રિક કૅડૅલ સહિત તેમની કાઉન્સિલના સભ્યો વચ્ચે ચાલેલી મસલતનું ટિપ્પણ મારી પાસે છે. એ