આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







અધીરું કાઠિયાવાડ

કાઠિયાવાડ રાજકીય પરિષદ વિષે મેં જે અભિપ્રાય આપ્યો છે તેથી કંઈક ખળભળાટ થયો છે, એમ કેટલાક મિત્રો મને કહે છે, જ્યારથી ત્રેવડું તંત્રીપદ હાથ ધર્યું ત્યારથી મારું છાપાં વાંચવાનું તો લગભગ બંધ થયું છે એમ ગણાય. પણ મિત્રો મારી સંભાળ રાખ્યા જ કરે છે ને જે મારે જાણવું જ જોઈએ એવું જણાવ્યા કરે છે.

એમ પણ સાંભળ્યું છે કે, ‘પેલો સ્વેચ્છાએ દેશવટો ભોગવતો ગાંધી પટ્ટણી સાહેબના મોહપાશમાં સપડાઈ ગયો ને કાઠિયાવાડની જાગૃતિ ઉપર પાણી ફેરવી બેઠો. પટ્ટણી સાહેબ, જેઓ દાવપેચ રમીને જ મોટા થયા તે, ભંગીઓમાં ને વણકરોમાં ભમતા લંગોટને એક દાવમાં જ હરાવે એમાં નવાઈ શી ?’ જેમ અબ્બાસ સાહેબના પત્રનો ભાવાર્થ આજે મેં બીજે આપ્યો છે તેમ આ પણ ભાવાર્થ છે. આવા જ શબ્દોમાં મને કોઈએ કહ્યું નથી. પણ જે શબ્દો મેં સાંભળ્યા તેનો શુદ્ધ ભાવાર્થ ઉપર આપ્યો છે અમ વાંચનાર ખચિત વિશ્વાસ રાખે, મુંબઈમાં વસતા કાઠિયાવાડી કહે છે, ‘ગાંધીએ ઘાણ વાળ્યો.’

ખરી વાત આમ છે: પટ્ટણી સાહેબમાં મનાયા છે તેટલા દાવપેચ નથી. સત્યાગ્રહીને દાવમાં હરાવવા સારુ પટ્ટણી