આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૫૩
લીંબડીની અંધેરશાહી

લીંબડી કાઠિયાવાડમાં આવેલું દેશી રાજ્ય છે. તે પ્રગતિમાન રાજ્ય કહેવાતું. ત્યાંના કાર્યકર્તાઓને ઓળખવાનું સદ્ભાગ્ય મને છે. તે શાણા, સેવાભાવી અને પરિશ્રમી છે. ઘણાં રાજ્યોમાં થયું તેમ લીંબડીમાં પણ ભારે લોકજાગૃતિ આવી. કાર્યકર્તાઓ તેમના પ્રગતિશીલ યુવરાજ માટે ભારે અભિમાન લેતા. પણ હવે તેમને ખબર પડી છે કે આ યુવરાજે પશ્ચિમના દેશોની હુકમશાહીઓની ઢબના કેટલાક વિચિત્ર ખ્યાલો કેળવ્યા છે. નાનું સરખું લીંબડી શહેર આખું પ્રજાકીય કાર્યકર્તાઓ ખૂંદી વળે તેમાં યુવરાજને વાંધો નથી, પણ ગામડાંમાં તેમાંનો કોઈ પગ મૂકે તે તેમને ન ખપે. ગામડાંમાં આ યુવરાજને કોઈની પણ દખલગીરી વગર પોતાને મનગમતા અખતરા કરવા છે. લીંબડીના કાર્યકરોએ માન્યું કે ગામડાંની પ્રજામાં કામ કરવાનો યુવરાજના જેટલો જ તેમને પણ હક છે, ખાસ કરીને એ કારણસર કે ગામડાંની જનતા જોડે તેમના સંબંધ બંધાયેલા છે. આથી તેમણે ગામડાંમાં જવાની હિમ્મત કરી. તેનું પરિણામ નીચે આપેલા ઉતારામાં વર્ણવ્યું છે :

“લાઠીઓ, ધારિયાં, ગામઠી બંદૂકો, તલવારો, કુહાડીઓ, વગેરેથી સજ્જ થયેલા ઓછામાં ઓછા ૮૦ માણસો ૫મી તારીખ (ફેબ્રુઆરી)ની મધરાતે પાણશીણા ગામ પર તૂટી પડ્યા, ત્રણથી