આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૫
લીંબડીની અંધેરશાહી

પાંચ જણની ટુકડીઓએ ઝાંપા રોક્યા. વીસની બે ટુકડીઓ ગામમાં ફરી વળી અને પ્રજામંડળના કાર્યકર્તાઓનાં તેમ જ તેની પ્રવૃત્તિઓ જોડે સહાનુભૂતિ ધરાવનારાઓનાં ઘરો લૂંટને સારુ શોધી કાઢ્યાં. સૌથી પહેલાં પ્રજામંડળની ઑફિસે જઈ તેને બહારથી સાંકળ મારી, જેથી અંદર સૂતેલા સ્વયંસેવકો બહાર નીકળી ન શકે. પછી એક ટોળી ગામના પ્રમુખ વેપારી અને પ્રજામંડળના કાર્યકર્તા શ્રી. છોટાલાલને ઘેર પહોંચી અને તેમને તથા તેમનાં પત્નીને ઘાતકી રીતે માર માર્યો. બાઈને ગંભીર ઈજાઓ થઈ છે અને ગુહ્ય ભાગો પર પણ ઇજાઓ છે. પ્રજામંડળની સ્થાનિક શાખાના પ્રમુખ પર તલવારનો હુમલો થયો અને જખમથી તેમનું ફેફસું વીંધાયું છે. આશરે ૩૦ માણસોને ગંભીર ઈજા થઈ છે. આગળ પડીને પ્રજામંડળનું કામ કરનારા સભ્યોનાં ૧૦-૧૨ ઘરોમાંથી મળીને લગભગ રૂા. ૬૦,૦૦૦ ની મતા લૂંટી ગયા છે. ધાડપાડુઓએ લગભગ બે કલાક સુધી હવામાં તેમ જ ઘરો તરફ તાકીને બંદુકોના ભડાકા કરવાનું ચાલુ રાખ્યું હતું.

અહીંથી પછી બે ગાઉ પર રળોલ ગામે ગયા. ત્યાં પણ એ જ કર્યું. પ્રજાચળવળ જોડે સહાનુભૂતિ ધરાવનારા ત્રણ સોની તથા એક વણિકને ગંભીર ઈજાઓ થઈ છે અને રૂ. ૧૦,૦૦૦ જેટલી કિંમતનો માલ લૂંટાયો છે. સિયાણીમાં આજે જેચંદ વાલજી નામના વાણિયા ઉપર છરીના હુમલા થયા છે અને ચાર જગાએ જખમ પડવા છે. તેની બહેનને પણ માર પડ્યો છે.

ઘાડમાં રાજ્યના અમલદારોનો હાથ હોવાની શંકા લેવાને લોકો પાસે સબળ કારણો છે. ધાડપાડુમાંના કેટલાકને રાજ્યના પગી તેમ જ પસાયતાઓ તરીકે લોકોએ ઓળખ્યા હતા. રાજ્યના પગી પસાયતાઓ પ્રજામંડળના કાર્યકરોને તેમ જ સહાનુભૂતિ ધરાવનારાઓને ગયા અઠવાડિયાથી ધમકીઓ આપી રહ્યા હતા કે, તેમને લૂંટવામાં તેમ જ મારવામાં આવશે. આઠેક મોટરોમાં તથા બે મોટર ખટારાઓમાં લૂંટેલો માલ ઉપાડી ગયા. આ બધી