આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૫
પૂર્ણાહુતિ

કહ્યું કર્યું તે બધું મિત્રદાવે કર્યું એ વાત તેઓ સમજી ગયા છે, તેની કદર બૂજે છે અને હું તેમના તરફની જે અપેક્ષા કરી રહ્યો છું તેવો જવાબ વાળવા તૈયાર છે, એવી વધામણી જો મને મળે તો ખરેખર મારા અનશનનું સાચું સાર્થક થયું ગણાય.

રાજકોટ કાઠિયાવાડનું નાભિકેન્દ્ર છે. રાજકોટને પ્રજાતંત્ર મળે તો કાઠિયાવાડનાં બીજાં રાજ્યો આપમેળે અને કશા વધુ સત્યાગ્રહ વગર એની પંગતમાં બેસશે. સૃષ્ટિમાં આબેહૂબ એકસરખી એવી કોઈ બે બીનાઓ નથી બનતી. થોકબંધ વિવિધતામાં જ એનું સૌંદર્ય રહેલું છે. કાઠિયાવાડનાં બંધારણોમાં પણ ભલે વિવિધતા રહે. થડ સાચું રહેવું જોઈએ.

રાજકોટ, ૭–૩–૩૯
હરિજનબંધુ, ૧૨–૩–૧૯૩૯