આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૧
મારી ભૂલ?

લાભ થયો છે તો રાજકોટના ઉપવાસને શા સારુ વખાડવો? ટીકાકાર કહી શકે છે કે અગાઉના ઉપવાસો વખતે પણ ટીકા થઈ જ હતી. બેશક થઈ હતી. પણ મારું કહેવું એટલું જ છે કે તે દરેક વેળાએ પ્રજાપક્ષને લાભ જ થયો હતો. પ્રજાસત્તાના વિકાસને જે વસ્તુ અટકાવે છે તે તો હિંસા છે. જાહેર પ્રજા મારું વચન માને કે, મારા ઉપવાસથી બીજું કશું ન થયું હોય તોયે ઘણી હિંસા થતી અટકી એટલું તો ચોકસ છે.

વાઈસરૉય પાસે હું ગયો તેની મને મુદ્દલ શરમ નથી. તાજને અધીન એવા એક રાજ્યકર્તા પાસે આપેલું વચન પળાવવાની બાબતમાં વચ્ચે પડવાની બાબતમાં તેમની ફરજ અદા કરવા તાજના પ્રતિનિધિને મેં નોતર્યા. એક અરજદાર તરીકે દયા માગવા નહોતો ગયો. એવી મધ્યસ્થીની માગણી કર્યાં પછી એમને મળીને ચર્ચા કરવાના તેમના નિમંત્રણને નકારવું એ તો હલકાઈ ઠરત. વાઈસરૉયે મારા ઉપવાસ દરમ્યાન પોતાની વર્તણૂકથી જે દાનાઈ દેખાડી એનો સ્વીકાર આ અગાઉ હું કરી ચૂક્યો છું. ઉપવાસની ઉપેક્ષા કરીને તે વચ્ચે પડવું કે નહિ અગર તો ક્યારે પડવું એ વાતનો નિર્ણય કરવામાં તેઓ સહેજે વખત લઈ શક્યા હોત. પણ તેમણે તેમ ન કર્યું, પ્રજાની ચિંતા ઓળખી, અને ઘટતી ત્વરાએ પોતાનું પગલું નક્કી કરવા સારુ જે રીતે એમણે પોતાનો રજપૂતાનાનો પ્રવાસ ટૂંકાવ્યો તેના મૂળમાં એમની માનવતાની લાગણી હતી, એ વિષે મને શંકા નથી.

ના. વાઈસરૉયની તહેનાતમાં હાજર થવા વિષે મારે કશી ક્ષમાયાચના કરવાપણું નથી. વિરોધીનો હૃદયપલટો કરવાની અગર તો પૂરી માનભરી રીતે તેની જોડે સમાધાની