આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૭
હું હાર્યો

બંધન રહેતું નથી. આમ છતાં ગમે તે કારણે પણ મુસ્લિમો તેમ જ ભાયાતોએ ઠાકોર સાહેબને તેમનો વાયદો પૂરો કરવાની ફરજ અદા કરવાના બોજામાંથી મુક્ત કર્યા અને મારા ઉપર મોરચો માંડ્યો.

મુસ્લિમો તેમ જ ભાયાતોની જોડે પેરેપેરે મેં મથી જોયું. હું નિષ્ફળ ગયો. થાકીને મેં ઠાકોર સાહેબને પરિષદ વતીનાં સાત નામો મોકલ્યાં. મને જવાબ મળ્યો કે સાતમાંના છ રાજકોટ રાજ્યના પ્રજાજન છે એ મારે સાબિત કરી આપવું! વાંધો કેવા પ્રકારનો છે એનો સહેજ ખ્યાલ સામા માણસને આપવામાં આવે એટલી આશા તો કોઈ પણ રાખે. સામાન્યપણે પ્રતિષ્ઠિત ગણાતા માણસોએ કહેલી દરેક વાત સાબિત કરી આપવાનો પડકાર કરવામાં આવે, તો એકેએક બાબતની વિગતોની તપાસ પૂરી કરવા પાછળ જ વરસ દિવસ વીતે. પણ મેં જરૂરી પુરાવો મોકલી આપ્યો છે.

આમ જ્યારે બધેથી મારા હાથ હેઠા પડ્યા અને મારી ધીરજની અવધિ આવી ત્યારે મેં રેસિડેન્ટને ચક્રવર્તી સત્તાના સ્થાનિક પ્રતિનિધિ તરીકે ફરિયાદનો કાગળ મોકલ્યો, અને વાઈસરૉયે મને આપેલી બાંહેધરીની રૂએ મેં તેમની મદદ માગી. તેમણે મને મળવા બોલાવ્યો. અમે બેઉ કાંઈક માર્ગ કાઢવાની ચર્ચા કરી રહ્યા હતા. એવામાં મારા મનમાં કલ્પના સ્ફુરી કે, સમિતિ ઉપર સભ્ય નીમવાનો હક જ આખો છોડી દઈને આ હૈયાઉકાળો ખતમ કરું તો કેવું! મને આ ખાસી વીરોચિત દરખાસ્ત લાગી. રેસિડેન્ટને પણ તેવી લાગી. દરખાસ્ત એમ હતી કે આખી સમિતિ ઠાકોર સાહેબ પસંદ કરે ને નીમે, સમિતિ તા. ૨૬-૧૨-૩૮ની જાહેરાતને